તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર ઉમિયાનગર લક્ષ્મીપુરામાં રહેતા એક પરિવારમાં પિતાનું મોત થયા પછી બે પુત્રોએ મિલ્કતમાંથી પોતાની બહેનનું નામ કમી કરવા માટે ખોટું વસિયતનામું બનાવી કચેરીમાં નોંધ પડાવતાં બહેને બે ભાઈ તેમજ સાક્ષી તરીકે સહી કરનારા સહિત 4 સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુરના માધુભાઇ જોઇતાભાઇ પટેલનું મોત થયા બાદ તેમના પુત્રો જીતેન્દ્રભાઇ માધુભાઇ પટેલ, જયેશભાઇ માધુભાઇ પટેલે પિતાની મિલ્કતનું વસીયત નામું બનાવ્યુ હતુ. જેમાં સહિ કરવા અંગેનો કોલ આવતાં તેમની બહેન ધમિષ્ઠાબેન જેહુલભાઇ ગેહલોત કચેરીએ ગયા હતા. જોકે, પિતાની સહી અને વસિયતનામા વિશે શંકા જતાં તપાસ કરી હતી. જેમાં બંને ભાઇઓએ પિતાની ખોટી સહિઓ કરી સિદ્ધપુરના ગણપતભાઇ જોઇતાભાઇ પટેલ અને રમણભાઇ ગણેશભાઇ પટેલની સાક્ષીમાં સહિ કરાવી ધમિષ્ઠાબેન અને તેમની મમ્મીનો મિલકતમાં કોઇ હક હિસ્સો નહી હોવાની નોંધ પડાવી હતી.આ અંગ ધમિષ્ઠાબેનના પતિ જેહુલભાઇ કહેવા જતાં તેમના ભાઇઓએ અમો કહીએ ત્યાં સહી કરી દો નહીં તો જીવતા નહીં રહો તેમ કહી ધમકી આપી હતી. આ અંગે ધર્મિષ્ઠાબેને પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.