વરણી:બનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણી બાદ આજે ત્રણ તાલુકાના બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઇ

પાલનપુર3 મહિનો પહેલા
  • ચેરમેન પદે ભીખા ચૌધરી તેમજ વાઇસ ચેરમેન પદે અમરત પટેલની વરણી કરવા આવી

બનાસકાંઠા જિલ્લાની ખેડૂતો દ્વારા ચાલતી જમીન વિકાસ બેંકની બે મહિના અગાઉ પાલનપુર દાંતીવાડા અમીરગઢ એમ ત્રણ તાલુકાના 7 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગોવા ભાઈ દેસાઈની પેનલનો વિજય થયો હતો. આજે પાલનપુર અમીરગઢ દાંતીવાડા એમ ત્રણ તાલુકાના ચેરમેન પદ માટે બેઠક યોજાઇ હતી ત્યારે આ વખતે ગોવા ભાઈ દેસાઈની હાજરીમાં ચેરમેન પદ માટે જમીન વિકાસ બેંકની બેઠકમાં ભીખાભાઈ ચૌધરીની ચેરમેન પદે બિન હરીફ વરણી કરવામાં આવી હતી

જિલ્લા જમીન વિકાસ બેંકમાં ગોવાભાઈ દેસાઈ છેલ્લા વીસ વર્ષથી ચેરમેન પદે બિરાજમાન છે. ત્યારે આં વખતે પણ તેમની પેનલની બહુમતી સાથે જીત થઈ હતી. ત્યારે આજે પાલનપુર અમીરગઢ દાંતીવાડા એમ ત્રણ તાલુકાના ચેરમેન પદ માટે બેઠક યોજાઇ હતી. ત્યારે આ વખતે ગોવા ભાઈ દેસાઈની હાજરીમાં ચેરમેન પદ માટે જમીન વિકાસ બેંકની બેઠકમાં ભીખાભાઈ ચૌધરીની ચેરમેન પદે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તેમજ વાઇસ ચેરમેન પદે અમરત ભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.

જમીન વિકાસ બેંકમાં ત્રણ તાલુકાના ચેરમેન વાઇસ ચેરમેન માટે ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવતા તેમના સમર્થકો દ્વારા ફૂલહાર તેમજ મો મીઠું કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ચેરમેન ભીખાભાઈ ચૌધરીએ ખેડૂતોને આં બેંક દ્વારા બનતી તમામ મદદ કરવા તેમજ ખેડૂતોના હિત માટેનું કામ કરવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...