તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • After The Divorce, The Husband Took Advantage Of The Compulsion Of Not Having The Money Of The Separated Wife And Exploited The Husband

181 અભમયની મદદ:છુટાછેડા બાદ અલગ રહેતી પત્નીનું નાણાં ના હોઈ મજબૂરીનો લાભ લઇ પતિએ શોષણ કર્યુ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રાસ સહન ન થતાં મહિલાએ 181 અભમયની મદદથી છુટકારો મેળવ્યો

બનાસકાંઠાના એક શહેરમાં પ્રેમ લગ્ન કર્યા પછી પતિએ પત્નિને છુટાછેડા આપી દીધા હતા. જોકે, તેણીની આર્થિક મજબુરીનો લાભ લઇ શારીરિક શોષણ ચાલુ રાખ્યું હતુ. જેમાં તેણી એક બાળકીની માતા બની હતી. જોકે, ત્રાસ સહન ન થતાં આખરે તેણીએ 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનની મદદથી શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠામાં પરિણીતાએ ઉપર શારિરીક-માનસિક ત્રાસ ગુજારવાની ઘટનાઓ બની રહી છે. જ્યાં એક શખ્સે પ્રેમલગ્ન કર્યા પછી છુટાછેડા આપેલી પત્નીનું શોષણ ચાલુ રાખતાં પરિણીતાએ 181 અભિયમની મદદ લીધી હતી.

આ અંગે પાલનપુર 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલરે જણાવ્યું કે, તાલુકા સેન્ટરમાં રહેતા મિતેશભાઇએ કાજલબેન (બંનેના નામ બદલ્યા છે) સાથે 8 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, મનમેળ ન રહેતાં છુટાછેડા આપી દીધા હતા. આથી ગરીબ સ્થિતિમાં કાજલબેન એકલા રહેતા હોઇ તેનો પતિ મજબુરીનો લાભ લઇ શારિરીક શોષણ કરતો હતો.

જેમાં કાજલબેન એક દીકરીની માતા બન્યા હતા. તેમ છતાં તેમનો પતિ અવાર- નવાર શારિરીક-માનસિક ત્રાસ તેમજ બળજબરી પૂર્વક સબંધો બાંધતો હોઇ ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે 181 અભિયમની મદદ લીધી હતી. આથી મહિલા હેડ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે તેણીનું કાઉન્સિલીંગ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રેમલગ્ન કર્યા પછી એક દીકરી જન્મી હતી,છુટાછેડા પછી બીજી જન્મી
પ્રેમ લગ્ન કર્યા પછી આ દંપતિને ત્યાં એક દીકરીઓ જન્મ થયો હતો. જે વર્તમાન સમયે 6 વર્ષની છે. દરમિયાન છુટાછેડા થયા પછી બળજબરી પૂર્વકના સબંધોમાં બીજી દીકરી જન્મી હતી. બીજી તરફ પ્રેમ લગ્ન કર્યા હોઇ તેના માતા-પિતા પણ પોતાની પાસે રાખવા માંગતા ન હતા.

અન્ય સમાચારો પણ છે...