તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • After The Death Of Mamlatdar DV Wankar, Who Was Serving In Corona, His Wife Was Given Rs. Handed Over A Check For Assistance Of Rs 25 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:કોરોનામાં સેવા આપતાં મામલતદાર ડી.વી.વણકરના અવસાન બાદ તેમના પત્નીને કલેક્ટરે રૂ. 25 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીસાના તત્કાલીન મામલતદાર ડી.વી. વણકરનું કોરોનામાં સેવા આપતાં અવસાન થયું હતું
 • વોરીયરના આશ્રિતોને રૂ. 25 લાખની સહાયનો ચેક એનાયત

કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તથા લોકોને આ મહામારીમાંથી બચાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશાનિર્દેશો પ્રમાણે તબીબો, પોલીસ કર્મીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ રાત- દિવસ એક કરી પોતાની જાનની પરવા કર્યા વિના ખડેપગે સેવા બજાવી છે. આ સેવા દરમિયાન કેટલાંક કર્મચારીઓ અને અધિકારીઓના દુઃખદ અવસાન પણ થયાં છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે જે કર્મચારી કે અધિકારીનું દુઃખદ અવસાન થાય તેવા કિસ્સામાં તેમના આશ્રિત કુંટુંબને રૂ. 25 લાખની સહાય આપવાની જોગવાઇ કરી છે.

રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણય અનુસાર સ્વર્ગસ્થ કોરોના વોરીયર ડીસા શહેરના તત્કાલીન મામલતદાર ડી.વી. વણકરના ધર્મપત્ની મંજુલાબેનને કલેકટર આનંદ પટેલે રૂ. 25 લાખની સહાયનો ચેક અર્પણ કરી ઉંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. ડી.વી. વણકર તેમના ધર્મપત્ની મંજુલાબેન, એક પુત્ર અને બે દિકરીઓને વિલાપ કરતાં આ દુનિયા છોડી ગયાં છે.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામના મૂળ વતની સ્વ.ડી. વી. વણકર આશરે 30 વર્ષથી નાયબ મામલતદાર તરીકે સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા હતાં. તેમને મામલતદાર તરીકે વડગામ તાલુકામાં પ્રમોશન મળતાં બનાસકાંઠા જિલ્લામાં વડગામ અને ડીસા શહેર મામલતદાર તરીકે ખુબ સારી સેવાઓ આપી મહેસૂલી પરિવાર અને લોકોમાં અનેરી લોકચાહના મેળવી હતી. તેમના નિધનથી મહેસૂલી પરિવારને ન પુરી શકાય તેવી ખુબ મોટી ખોટ પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો