તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્નપત્ર વાયરલ:અંગ્રેજીનાં પ્રશ્નપત્ર બાદ ધો. 10નુ ગણિતનુ પ્રશ્નપત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા શિક્ષણ વિભાગે બધા પ્રશ્નપત્ર પરત ખેંચી લીધા
 • તમામ 9 એસ.વી.એસમાંથી ગણિતના પ્રશ્નપત્ર પરત મંગાવી દરેક શાળાને પોતાની રીતે પ્રશ્નપત્ર કાઢી પરીક્ષા લેવા તાકીદ

અંગ્રેજીનાં પ્રશ્નપત્ર બાદ ધો. 10નુ ગણીતનુ પ્રશ્નપત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લા શિક્ષણ વિભાગે પ્રશ્નપત્ર પરત ખેંચ્યા છે. અને જીલ્લાની તમામ 9 એસ.વી.એસમાંથી ગણિતના પ્રશ્ન પત્ર પરત મંગાવી દરેક શાળાને પોતાની રીતે પ્રશ્નપત્ર કાઢી એક્ઝામ યોજવાનુ કહેવામાં આવ્યું છે.

જિલ્લા શિક્ષણ વિભાગએ જણાવ્યું હતું કે કોઈ જગ્યાએથી પેપરના બંડલનુ સિલ તોડી પેપર લીક કરવામાં આવ્યું છે.કોરોના મહામારી બાદ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 નુ ઓનલાઇન એક્ઝામનુ આયોજન કરાયું હતું તેના ભાગરૃપે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જીલ્લાની શાળામાં ધોરણ 9 થી 12ની શાળાકીય એક્ઝામ મનુ 19 માર્ચ થી 27 માર્ચમાં આયોજન કરાયુ છે.

પંરતુ બુધવારના રોજ યોજાનારી ધોરણ 10નુ ગણિત વિષયનું પેપર હતું પંરતુ પેપર ચાલુ થાય તે પહૈલા જ સોશિયલ મિડિયામાં પેપર વાયરલ થતા વાયુવેગે ફરતુ થયું હતું આ અંગે જીલ્લાના એસ.વી.એસ કન્વીનરને જાણ થતાં તુરંત શિક્ષણ વિભાગને જાણ કરાતા જીલ્લાની દરેક એસ.વી.એસ માંથી ગણીતના પ્રશ્ન પત્ર પરત મંગાવી દરેક શાળા ને પોતાની રીતે પ્રશ્ન પત્ર નિકળી એક્ઝામ યોજવાનુ કહેવામાં આવ્યું હતું.

આ અઅંગે ડિઈઓ ચાવડાએ જણાવ્યું હતું કે " ધોરણ 10નુ ગણીત નુ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે તેથીજ તરત જ જીલ્લા ના એસ.વી.સ કન્વીનર દ્વારા ગણીતના પ્રશ્ન પત્ર દરેક શાળામાથી પરત મંગાવી તેમની ચકાસણી કરાઇછે. પેપર પરત મંગાવાથી ખ્યાલ આવશે કે કંઈ જગ્યાએ થી પેપર ના બંડલ નુ સિલ તોડી પેપર લીક કરવામાં આવ્યું છે.જો કે બે દિવસ અગાઉ પણ ધોરણ 10 અંગ્રેજી મનુ પ્રશ્ન પત્ર પણ વાયરલ થયું હતું તે સંદર્ભે હજુ તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો