ધાર્મિક:ગઢની દીકરીની મનોકામના પૂર્ણ થતાં આસેડાથી ગઢ આવી સવા તોલા સોનાનો ઘોડો મંદિરને અર્પણ કર્યો

ગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગઢ લડબી નદીને કિનારે આવેલ રામદેવપીર મહારાજનું અતિ પ્રાચીન મંદિર અનુસૂચિત સમાજનાં ભાઈઓની આસ્થાનું પ્રતીક છે. દર ભાદરવા સુદ નોમના દિવસે અહીં અનુ.જાતી સમાજનાં લોકો ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી નિજ મંદિરે હર્ષોઉલ્લાસથી નેજા ચઢાવી બાધા માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. ગઢ ગામની દીકરીની મનોકામના પૂર્ણ થતાં આસેડાથી ગઢ આવી સવા તોલા સોનાનો ઘોડો મંદિરને અર્પણ કર્યો હતો. ગઢ રામદેવપીર મંદિરને અડીને આવેલ રબારી સમાજનાં લોકોની પણ રામદેવપીર પ્રત્યે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે.

જ્યાં ગઢની દીકરી અને હાલ આસેડા ખાતે પરિણીત સીતાબેન મગનલાલ દેસાઈ કે જેમની રામદેવપીર પ્રત્યેની અતૂટ આસ્થાનાં કારણે માનેલ માનતા પુરી થતાં તેમણે બુધવારે મંદિરે તેમનાં મોટાભાઈ ભૂરાભાઈ દેસાઈ સાથે આવી સીતાબેન મગનભાઈ દેસાઈએ સવા તોલા સોનાનો ઘોડો મંદિરને અર્પણ કરતાં લોકોની આસ્થામાં આ મંદિરે વધારો થયો હતો. આ અંગે સીતાબેન દેસાઇના મોટાભાઈ ભૂરાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ‘અમારા પરિવારની રામદેવપીર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છે અને મારી બેન સીતાબેનની પણ બાળપણથી આસ્થા હોવાથી આ મંદિરે માનતા પૂર્ણ થતાં તેઓએ બુધવારે સવા તોલા સોનાનો ઘોડો નિજ મંદિરે અર્પણ કર્યો છે.’

અન્ય સમાચારો પણ છે...