તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ 14 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ પાલનપુરમાં

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર 50 મિમી,વડગામ 33 મિમી થરાદ 22 મિમી વરસાદ નોંધાયો
  • જિલ્લામાં ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોને આશ બંધાઈ

બનાસકાંઠા જિલ્લાના બે દિવસથી સાંજના સુમારે વરસાદ થતા ખેડૂતોના મુર્જાતાં પાકોને નવ જીવન મળ્યું છે. અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે પ્રમાણે મેઘરાજાએ મોડે મોડે પધરામણી કરી છે તેનાથી ખેડૂતોમાં ફરી આશા બંધાઇ છે.

જિલ્લાના તાલુકામાં નોંધાયેલા વરસાદની વિગતો જોઈએ તો અમીરગઢમાં 15 મિમી કાંકરેજમાં 15 મિમી ડીસામાં 02 મિમી થરાદમાં 22 મિમી દાંતામાં 02 મિમી દાંતીવાડામાં 04 મિમી ડિયોદરમાં 11 મિમી ધાનેરામાં 09 મિમી પાલનપુરમાં 50 મિમી ભાભરમાં 18 મિમી લાખણીમાં 07 મિમી વડગામમાં 33 મિમી વાવમાં 12 મિમી સુઇગામમાં 09 સમગ્ર જિલ્લામાં આ વર્ષમાં 28.41 ટકા એવરેજ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...