દિવાળી વેકેશન પુરુ:કોરોનાના 20 માસ બાદ બનાસકાંઠામાં 2712 પ્રા.શાળામાં ધો-1થી 5ના નાના બાળકો શાળાએ જશે

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી ધો- 1 થી5ના 4 લાખ બાળકોને 50 ટકાના રેશિયામાં વર્ગખંડમાં પ્રવેશ અપાશે
  • ​​​​​​​​​​​​​​છાત્રોને માસ્ક, સેનેટરાઇઝથી સુરક્ષિત કર્યા બાદ જ વર્ગખંડમાં પ્રવેશ અપાશે : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

બનાસકાંઠા જિલ્લામાં સરકારી, ખાનગી શાળાઓ દિવાળીના વેકેશન પછી સોમવારથી વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય સાથે શરૂ થશે. તેની સાથે કોરોનાના 20 મહિના બાદ પ્રથમવાર શાળાનું પગથીયુ ચઢતા ધોરણ 1 થી 5ના બાળકો માટે પણ શાળાઓ ચાલુ થશે.બનાસકાંઠા જિલ્લાની 2712 પ્રા.શાળાના 4 લાખ બાળકોને 50 ટકાના રેશિયામાં વર્ગખંડમાં પ્રવેશ અપાશે.

જ્યા જોકે,વાલીઓ કેટલી સંખ્યામાં પોતાના બાળકોને શાળામાં મોકલે છે તે પ્રમાણે કોવિડની સંપૂર્ણ ગાઇડલાઇન સાથે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, થરાદ, વાવ, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, ભાભર અને સૂઇગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આજે સોમવારથી ધોરણ-1 થી 5ના છાત્રોનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવનાર છે.

એક વર્ગખંડમાં છાત્રોની 50 ટકા સંખ્યા જ બેસાડાશે
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે, જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા 2352 જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા 360 છે. બંને મળી કુલ 2712 શાળાઓમાં આજે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. જેમાં કોવિડના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવશે. છાત્રોને માસ્ક, સેનેટરાઇઝથી સુરક્ષિત કર્યા બાદ જ વર્ગખંડમાં પ્રવેશ અપાશે. એક વર્ગખંડમાં કુલ છાત્રોની 50 ટકા સંખ્યા જ બેસાડવામાં આવશે. જોકે, વાલીઓ કેટલા બાળકોને શાળામાં મોકલે છે તેના ઉપર સંખ્યા આધારિત રહેશે.

સરકારનો ઓફલાઈન નિર્ણય યોગ્ય છે
પાલનપુર વાલી મમતાબેન દવેએ જણાવ્યું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ હતું.શિક્ષણ વિભાગ દ્વારા શેરી શિક્ષણ સહિતના વિકલ્પો દ્વારા બાળકોને ભણાવતા હતા. હવે કોરોનાના કેસો નથી.ત્યારે ઓફલાઇન શિક્ષણનો નિર્ણય યોગ્ય જ છે.

દરેક વાલીઓએ બાળકોને શાળાએ મુકવા જોઇએ
વાલી પરસોત્તમભાઇ પંચાલે જણાવ્યું કે શેરી શિક્ષણ કે અન્ય વિકલ્પો દ્વારા અપાઇ રહેલા શિક્ષણની બાળકોના માનસપટ ઉપર જલદી અસર થતી નથી. વર્ગખંડમાં જ બાળકો સારી રીતે શિક્ષણ ગ્રહણ કરી શકે છે. વળી શિક્ષકનું ધ્યાન પણ પ્રત્યેક બાળક ઉપર રહે છે. માટે દરેક વાલીએ કોવિડના નિયમો અનુસરીને પોતાના બાળકોને શાળાએ મુકવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...