તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:જિલ્લામાં 10 દિવસ પછી 200થી નીચે 198 નવા કેસ નોંધાયાં,ત્રણનાં મોત

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પાલનપુરમાં સૌથી વધારે 128, ડીસા 38, અમીરગઢ 10, થરાદ 07, દાંતા 05, દાંતીવાડા 03, ધાનેરા 03, કાંકરેજ 01, લાખણી 01, વડગામ 01 અને વાવ 01

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસ પછી 200થી નીચે કેસ નોંધાયા હતા. જ્યાં કુલ 198 કેસ પૈકી સૌથી વધારે પાલનપુરમાં 128 જ્યારે ડીસા 38, અમીરગઢ 10, થરાદ 07, દાંતા 05, દાંતીવાડા 03, ધાનેરા 03, કાંકરેજ 01, લાખણી 01, વડગામ 01 અને વાવ 01માં એક દર્દી પોઝિટિવ આવ્યો હતો. જયારે ત્રણ દર્દીઓના મોત નિપજ્યાં હતા.જેને લઈ હાહાકાર મચી ગયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ 200 ઉપર આવતાં હતા. જેમાં શનિવારે ઘટાડો નોંધાયો હતો. જિલ્લા એપેડેમીક ઓફિસર ડો. એન. કે. ગર્ગએ જણાવ્યું હતુ કે, કુલ 198 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 128 જ્યારે ડીસા 38, અમીરગઢ 10, થરાદ 07, દાંતા 05, દાંતીવાડા 03, ધાનેરા 03, કાંકરેજ 01, લાખણી 01, વડગામ 01 અને વાવ 01માં એક દર્દી પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ત્રણ દર્દીઓના મોત નિપજ્યાં હતા. જોકે, પાલનપુર શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જ્યાં કોરોનાની ચેઇન તોડવા માટે દિવસ દરમિયાન વેપારીઓ દ્વારા બજાર બંધ છે. જ્યારે રાત્રી દરમિયાન સરકાર દ્વારા કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં 848કેસ, 55 મોત
મહેસાણા : ઉત્તર ગુજરાતમાં શનિવારે કોરોનાના 848 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 53નાં મોત થયાં હતાં.મહેસાણા જિલ્લામાં શનિવારે કોરોનાના 431 કોરોના કેસ નોંધાયા હતા. જેમાં 197 શહેરી અને 234 કેસ ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. તો મહેસાણાના વૈકુઠધામ અને નિજધામમાં કોરોના ગાઈડ લાઈન પ્રમાણે 24 અને વિસનગર સાર્વજનિક સ્મશાન ગૃહમાં 15 મળી 39ના અંતિમ સંસ્કાર કરાયા હતા.
પાટણ: જિલ્લામાં શનિવારે ધુ 115 કેસ નોંધાયા હતા. જિલ્લામાં 155 કેસ નોંધાતા કેસ આંક 8505 થયો હતો. એક્ટિવ કેસ 1787 થયા છે.
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં શનિવારે 198 કેસ નોંધાયા હતા.જ્યારે ત્રણના મોત થયા હતા.
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં શનિવારે નોંધાયેલ કુલ 104 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 52, ઇડરમાં 09, ખેડબ્રહ્મા 04, પ્રાંતિજમાં 17, તલોદ 20, પોશીના અને વિજયનગરમાં 1-1નો સમાવેશ થાય છે. સામે 94 ડિસ્ચાર્જ કરાયા હતા જ્યારે 9 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
અરવલ્લી જિલ્લાના માલપુર ગ્રામ પંચાયતના ક્લાર્ક પરેશભાઇ ગોર અને માલપુર શહેરના દેવનારાયણ કિરાણા સ્ટોરના બંસીરામ કુમાવત નામના વેપારી સહિત ચારના મોત થયા હતા.

છેલ્લા 11 દિવસના કેસ 21 એપ્રિલ : 227 22 એપ્રિલ : 236 23 એપ્રિલ : 278 24 એપ્રિલ : 291 25 એપ્રિલ : 282 26 એપ્રિલ : 297 27 એપ્રિલ : 224 28 એપ્રિલ : 233 29 એપ્રિલ :231 30 એપ્રિલ : 234 1 મે : 198

પાલનપુરમાં બે વર્ષની બાળકી પોઝિટિવ
બનાસકાંઠા જિલ્લામાં પ્રસરી રહેલા કોરોના સંક્રમણમાં નાના બાળકો પણ સપડાઇ રહ્યા છે. જ્યાં શનિવારે આવેલા કેસમાં પાલનપુરમાં બે વર્ષની બાળકી, ડીસામાં 9 વર્ષની બાળકી કપોઝિટિવ આવી હતી.
156 દર્દી સાજા થયા
જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર દરમિયાન સાજા થઇ રહ્યા છે. જ્યાં શનિવારે 156 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે 8439 વ્યકિતઓને કોરોનાના રક્ષણ માટે રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો