તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:પાલનપુરમાં પહેલા દિવસે જ યુવાનોને રસી આપવામાં અફરા તફરી સર્જાઈ

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના પોલીસ હેડ હેડ કવાર્ટર વિસ્તારના અર્બન સેન્ટર પર પહેલા દીવસે વહેલી સવારે કોરોના રસી લેવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. - Divya Bhaskar
પાલનપુરના પોલીસ હેડ હેડ કવાર્ટર વિસ્તારના અર્બન સેન્ટર પર પહેલા દીવસે વહેલી સવારે કોરોના રસી લેવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.
  • સોશિયલ મિડીયાના મેસેજથી રાત્રે બાર વાગ્યે જ નોંધણી, બે કલાક સર્વર ડાઉન રહેતાં લોકો પરેશાન
  • કોવિન એપમાં પ્રથમ બે કલાકમાં જ 1600 સ્લોટ બુક થયા, રસી લેવા લોકોની ભીડ જામી, થાકીને લોકો નીચે બેસી ગયા

પાલનપુરમાં 18 ઉપરનું રસિકરણ શરૂ થતાં યુવક યુવતીઓએ ઉત્સાહ બતાવ્યો હતો. મોડી રાત સુધી બેસી કોવિન એપમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કોવિન એપમાં પ્રથમ બે કલાકમાં જ 1600 સ્લોટ બુક થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. પાલનપુર શહેરના લક્ષ્મીપુરા અર્બન 1 અને પોલીસ હેડ કવાર્ટર અર્બન 2 પર સવારે 9 વાગ્યાથી લોકોના ટોળા ઉમટ્યા હતા.હનુમાન ટેકરી, હનુમાન મંદિર, લક્ષ્મણ ટેકરી હોલ, માનસરોવર રોડ, ઠક્કર બાપા છાત્રાલય, મીરાંગેટ પ્રા શાળા, નવા ગંજ ગૌસ્વામી સ્કૂલમાં રસીકરણ કરાયું હતું. પાલનપુર- ડીસાના 30 સેન્ટર પર રસીકરણ થઇ રહ્યું છે. જેમાં એક સેન્ટર પર એક દિવસમાં 200ને રસી અપાશે.

પાલનપુરના ઠક્કરબાપા છાત્રાલયમાં વેકસીન લેવા આવનાર યુવક યુવતીઓને સર્વર બંદ હોવાથી નીચે બેસવું પડ્યું હતું.
પાલનપુરના ઠક્કરબાપા છાત્રાલયમાં વેકસીન લેવા આવનાર યુવક યુવતીઓને સર્વર બંદ હોવાથી નીચે બેસવું પડ્યું હતું.

રાત્રે 12 વાગે જ ઓનલાઈન નોંધણી કરી : અંકિત મોદી
" જેવી સરકારે જાહેરાત કરી અને અમે સોશિયલ મીડિયામાં જાણ્યા બાદ રાત્રે જ કોવિન એપ પર ઓનલાઈન નોંધણી કરી સ્લોટ બુક કરાવ્યો હતો. જે બાદ બપોરે અર્બન 1માં જવાનો મેસેજ મોબાઈલ પર આવ્યો હતો. જ્યાં પહેલા વેકસીન ખતમ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું જે બાદ વ્યવસ્થા થઈ હતી. "

અન્ય સમાચારો પણ છે...