નશાયુક્ત પદાર્થો:પંચર કરવામાં વપરાતી ટ્યૂબ સૂંઘવાનું વ્યસન, પાલનપુરમાં 12થી 18 વર્ષના કિશોરો અને યુવાનો લતે ચડ્યા ચઢી રહ્યા છે

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક  તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાલનપુર શહેરના કોટ વિસ્તારમાં કેટલાક કિશોરો ટ્યૂબ સૂંઘવાના નશાના અલગ પ્રકારની લતે ચઢી રહ્યા છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં આ નશો કરવાની ટેવ ટીનેજર્સમાં વધી છે. છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સ, બ્રાઉન સુગર, જેવા નશાયુક્ત પદાર્થોનું ચલણ છે તેવામાં હવે ભારે વાહનોના ટાયર પંક્ચર રીપેર કરવા વપરાતી ટ્યુબનો સ્મેલ તરીકે ઉપયોગ વધ્યો છે. જેના લીધે તેના વેચાણમાં વધારો થવા લાગ્યો છે.

કોટ વિસ્તારમાં મીઠી વાવ વિસ્તારમાં રહેતા સિતાબ કાદરી નામના સામાજિક કાર્યકરે જણાવ્યું કે " 12 વર્ષથી 18 વર્ષની વચ્ચેના ટીનેજર ટ્યૂબ સૂંઘવાના રવાડે ચડી ગયા છે. આ નશાનું મુખ્ય એપીસેન્ટર ડીસા છે. જ્યાં મોટા પ્રમાણમાં આ ટયૂબનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પાલનપુરના કોટ વિસ્તારમાં દિવસ દરમ્યાન એકાંત સ્થળે તેમજ રાત્રિ દરમ્યાન પાર્ક કરેલી રિક્ષામાં બેસીને ટીનેજર યુવાનો આ નશો કરી રહ્યા છે. મેં ત્રણ દિવસમાં 2 બાળકોને આવુ વ્યસન કરતા રોક્યા છે. "

પાલનપુરમાં નશાબંદી કેન્દ્ર ચલાવતા સંચાલકે જણાવ્યું હતું કે "પાલનપુર શહેરમાં કેટલાક યુવાનો ટ્યૂબ સૂંઘવાનું આ પ્રકારનું વ્યશન વધ્યું છે પણ આડ અસરના કિસ્સા સામે આવ્યા નથી. જોકે લાંબા ગાળે યુવાનોમાં માનસિક સંતુલન બગડવાની સાથે યાદશક્તિ પર અસર પડે છે. આવા યુવાનોને વ્યસન કરતા રોકવાનું કામ માત્ર પોલીસનું નહીં પણ શહેરના જાગૃત નાગરિકો વાલીઓ નગરસેવકો અને સંસ્થાઓનું પણ છે.

દરેક લોકો જાગૃત થાય અને પોતપોતાના વિસ્તારમાં આ સંદર્ભેની તપાસ કરાવે તો ઘણા અંશે આ નશાને રોકવામાં સફળતા મળે તેમ છે." પાલનપુરના સિવિલ હોસ્પિટલના ડો. સુનીલ જોશી જણાવ્યું હતું કે " આ પ્રકારના વ્યસનના દર્દીઓ હજુ સુધી ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા નથી એટલે આની આડ અસર વિશે વધુ કશું જણાવી શકાય નહીં."

મજા આવે છે,ઊંઘ સારી આવે છે. શરીરમાં અલગ કરન્ટ રહે છે. તમે હેરાન ના કરો
શહેરના ત્રણબત્તી વિસ્તારમાં શેનો તે વિસ્તારમાં રોડ પર રાત્રિના સમયે એક રિક્ષામાં 13 થી 14 વર્ષની ઉંમરનો કિશોર હાથમાં કોઈ ટ્યૂબ લઈને સૂંઘી રહ્યો હતો, તેને દિવ્યભાસ્કરના સંવાદદાતાએ ટ્યુબ સૂંઘવા પાછળનું કારણ પૂછયુ તો જણાવ્યું હતું કે " મારો ફોટો પાડશો તો હું મરી જઈશ. મને મજા આવે છે. નીંદ સારી આવે છે. શરીરમાં અલગ કરન્ટ રહે છે. તમે જતા રહો હેરાન ના કરો." - (સ્મેલનું વ્યસન કરનાર )

જરીને નુકશાન થઈ શકે:તબીબ
" આ પ્રકારના એડીક્શનથી વિપરીત આડઅસરો થઈ શકે છે. પંજાબ હરિયાણાં બાજુ આવા વ્યસનનું ચલણ છે. હોજરીને નુકશાન થઈ શકે છે.ડિપ્રેશન આવે, ઊંઘ ઓછી થઈ જાય, - ડો. સુરેન્દ્ર ગુપ્તા ફિજીશિયન

અન્ય સમાચારો પણ છે...