માર્ગ બિસ્માર હાલતમાં:આદર્શ ગામ પાંથાવાડાની દુદર્શા; બજારમાં આવેલ રસ્તામાં ઠેરઠેર ખાડાથી લોકો ત્રસ્ત

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખરાબ રસ્તાને લઈ વાહનચાલકો હેરાન થઈ ગયા છે. - Divya Bhaskar
ખરાબ રસ્તાને લઈ વાહનચાલકો હેરાન થઈ ગયા છે.
  • બસ સ્ટેન્ડથી હાઇવે જવાનો રસ્તો, વાઘોર તેમજ વાછડાલ જવાનો માર્ગ બિસ્માર

દાંતીવાડા તાલુકાના મુખ્ય વેપારી મથક પાંથાવાડા ગણાય છે. જેમાં આજુબાજુના 50 થી વધારે ગામોના લોકોની અવર-જવર રહે છે. પાંથાવાડા આવેલ તમામ રસ્તા પર ખાડા જોવા મળ્યા છે. તમામ રસ્તાઓ પર કાંકરા ઉડી રહ્યા છે. જેથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આમ તંત્ર તાત્કાલિક રસ્તાનું સમારકામ કરે તેવી લોકોની માંગ છે.

પાંથાવાડા ગામ આદર્શ ગામ તરીકે ઓળખાય છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાય છે. પાંથાવાડા હાઈવેથી બજારમાં આવવાના રસ્તા પર ખાડા તેમજ કાંકરા ઉડી રહ્યા છે. બજારમાંથી વાઘોર રોડ તરફ જવાના રસ્તે ઉબડખાબડ ખાડાઓ તેમજ કાંકરા ઉડી રહ્યા છે. પાંથાવાડા હાઇસ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર ઠેરઠેર ખાડા તેમજ કાંકરા ઉડી રહ્યા છે.

જેથી વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે એક બાજુ સારા રસ્તાઓની વાત કરવામાં આવે છે. પાંથાવાડાના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી તાત્કાલિક રીપેર થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. પાંથાવાડામાં 24 કલાક સરકારી હોસ્પિટલ કાર્યરત છે.

બજારથી સરકારી હોસ્પિટલ જવાના રસ્તા પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય બન્યું છે. તંત્રને અનેકવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્ર સરકારી દવાખાના જવાનો રસ્તો તાત્કાલિક રીપેર થાય તેવી દર્દીઓની પણ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...