માદરે વતનની મુલાકાત:અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ થરાદની મુલાકાત કરી, ભાઈઓ સાથે કુળદેવીના દર્શન કર્યા

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી
  • થરાદમાં હોસ્પિટલ બનાવવા માટે અદાણી સમક્ષ સ્થાનિકોએ રજૂઆત કરી

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે પોતાના માદરે વતન બનાસકાંઠા ના થરાદ ખાતે પહોંચ્યા હતા. થરાદ ખાતે પહોંચી પાંચેય ભાઈઓ સાથે કુળદેવી માતા દર્શન કર્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય સહિત આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ ખાતે પહોંચ્યા હતા. પોતાના પાંચેય ભાઈઓ સાથે હેલિકોપ્ટર મારફતે થરાદ પહોંચી શ્રી કુળદેવી કુવારકા માતાજીના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. કુળદેવી માતાજી આગળ શીશ ઝુકાવી દર્શન કરી આશીર્વાદ મળ્યા હતા. ત્યારબાદ તેઓ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ થરાદ માં સારી હોસ્પિટલ બનાવવાની રજૂઆત કરતા ગૌતમ અદાણી ઉત્સાહ સાથે તૈયારી બતાવી હતી અને સારી જગ્યા જોયા બાદ પોતાના વતનમાં સારી હોસ્પિટલ બનાવવાની તૈયારી દર્શાવતા આગેવાનોએ ગૌતમ અદાણી નો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...