રીઢો ચોર ઝડપાયો:પાલનપુર પાયોનીયર ડેરી ગૌ-શાળાની બાજુમાંથી એક્ટિવા ચોરને પોલીસે ઝડપી પાડ્યો

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પુછપરછ કરતા પાલનપુર અને આબુરોડથી ચોરેલા એક્ટિવાની કબુલાત આપી

પાલનપુર શહેર પુર્વ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાલનપુર પાયોનિયર ડેરી ગૌ-શાળાની બાજુમાંથી બાતમીના આધારે પાલનપુર, મહેસાણા, આબુરોડ રેલવે સ્ટેશનથી ચોરાયેલા 03 એક્ટિવા સાથે આરોપીને પકડી ઝડપી પાડ્યો હતો.

પાલનપુર શહેર પુર્વ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી કે, પાલનપુર પાયોનીયર ડેરી ગૌ-શાળાની બાજુમાં એક શંકાસ્પદ યુવક ઉભો છે. પોલીસે તેને ઝડપી લેતાં મહેલાણાથી ચોરેલું એક્ટિવા મળ્યું હતુ. પોલીસે વધું ઝીણવટ ભરી રીતે પુછપરછ કરતા પાલનપુર શહેર તેમજ રાજસ્થાન આબુરોડ મુકામેથી ચોરેલા અન્ય 2 એક્ટિવાની કબુલાત આપી હતીં. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...