ઊઠાંતરી:પાલનપુરમાં મંદિરે દર્શને ગયેેલા શ્રદ્ધાળુની એક્ટિવા ચોરાયું

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્મીપુરામાં મકાન આગળ પાર્ક કરેલી કાર, બાઇકની ઊઠાંતરી

પાલનપુર કિર્તિસ્તંભ વિસ્તારમાં પાળાળેશ્વર મહાદેવજીના દર્શને આવેલા શ્રધ્ધાળુની એક્ટિવા ચોરાઇ હતી. આ ઉપરાંત લક્ષ્મીપુરામાં મકાન આગળ પાર્ક કરેલી ઇકો કાર અને બાઇકની પણ ઉઠાંતરી થવાં પામી હતી. આ અંગે પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદના આધારે પોલીસે વાહનચોરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાલનપુર સાતસંચા વિસ્તારમાં રહેતા ડાહ્યાભાઇ દાનાભાઇ ડાભીએ પોતાની એક્ટિવા નં. જીજે. 08. બીસી. 6988 લઇ શનિવારે સાંજે પાતાળેશ્વર મહાદેવજીના મંદિરે આરતીમાં આવ્યા હતા.

તે દરમિયાન મંદિર નજીક પાર્ક કરેલું એક્ટિવા કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે અનિલભાઇ દાનાભાઇ ડાભીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પાલનપુર ડેરી રોડ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઇ ભાઇચંદભાઇ પટેલની ઇકો ગાડી નં. જીજે. 08. બીડી. 3430 તેમના ભાણા પ્રશાંતભાઇ પ્રવિણભાઇ પટેલે જુના લક્ષ્મીપુરા શેરી નં.10માં મકાન આગળ પાર્ક કરી હતી.

જેની રવિવારે રાત્રિ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. તેમજ શેરી નં. 7માં રહેતા પરસોત્તમભાઇ ગણેશભાઇ પટેલનું બાઇક નં. જીજે. 08. બીઅાર. 8716ની પણ ઘર આગળથી ચોરી થવાં પામી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ત્રણેય વાહનો ચોરનારા તસ્કરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...