અકસ્માત:જગાણા નજીક કારની ટક્કરે એકટિવા ચાલક યુવકને ઇજા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાલનપુર- અમદાવાદ હાઇવે ઉપર જગાણા નજીક કારની ટક્કરે એક્ટિવા ચાલક યુવકને ઇજાઓ થઇ હતી. મોલમાંથી ઘરે જતી વખતે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પાલનપુર ગૌરીપાર્ક સોસાયટીમાં રહેતા મુકેશભાઇ પરખાભાઇ રાજગોરનો પુત્ર જયદેવ (ઉ.વ.20) એક્ટિવા નં. જીજે. 08. બીએમ. 8375 લઇ સોમવારે રાત્રે મોલમાંથી નોકરી કરી ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે કાર નં. જીજે. 08. સી.સી. 3862ના ચાલકે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં જયદેવને માથા તેમજ ડાઢીના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મુકેશભાઇ રાજગોરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છુટેલા કાર ચાલક સામે ગૂનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...