તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા પેપર વાયરલ:બનાસકાંઠામાં બે દિવસ અગાઉ ધો.10નું ગણિતનું પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કાર્યવાહી

પાલનપુર2 મહિનો પહેલા
 • બંડલ પરીક્ષાના સમય કરતાં વહેલા ખોલતા પેપર લીક થયું હોવાનું જણાવ્યું
 • અન્ય પેપર બનાવી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ જ ધોરણ 10 નું ગણિતનું પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શિક્ષણ વિભાગ દોડતું થઇ ગયું હતું. અને આ મામલે તપાસ કરતાં પાલનપુરની ખાનગી શાળામાંથી આ પેપર વાયરલ થયું હોવાનું સામે આવ્યું હતું.

પરીક્ષા સમિતિએ અહેવાલ જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કરી કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ ધોરણ 10નું ગણિત પેપર પરીક્ષાના સમય કરતાં વહેલા લીક થઈ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. જે બાબત ધ્યાને આવતા તરત જ જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આ પેપરના બંડલો પરત મંગાવ્યા હતા. અને તરત જ અન્ય પેપર બનાવી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.

માધ્યમિક વિભાગ અને પરીક્ષા સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

જ્યારે આ સમગ્ર બનાવ મામલે બનાસકાંઠા જિલ્લા માધ્યમિક વિભાગ અને પરીક્ષા સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ પેપરના બંડલો જે જે શાળામાં મોકલવામાં આવ્યા હતા તે તમામ શાળામાંથી પેપર પરત મંગાવવામાં આવતા પાલનપુરની ખાનગી શાળામાં આપવામાં આવેલું પેપરનું બંડલ ખુલ્લી હાલતમાં જણાવ્યું હતું. આ બાબતે પરીક્ષા સમિતિએ તપાસ કરતા શાળાના શિક્ષકોએ જ આ પેપરના બંડલ પરીક્ષાના સમય કરતાં વહેલા ખોલતા પેપર લીક થયું હોવાનું જણાવ્યું હતું. જે મામલે પરીક્ષા સમિતિના સભ્ય ભરમાલ પટેલે આ તપાસનો અહેવાલ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો