તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાંતીવાડાના આકોલી ગામની પ્રા.શાળાના શિક્ષક કિરણભાઇ દલજીભાઇ વાઘેલાએ બુધવારે શાળાના ઓરડામાં જ કૂદવાની દોરીથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી હતી. પારિવારિક સમસ્યાના કારણે અંતિમ પગલું ભર્યુ હોવાના અનુમાન સાથે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ મહેસાણાના જશપુરીયા ગામના વતની કિરણભાઇ દલજીભાઇ વાઘેલા (દેવીપૂજક) (ઉ.વ.33) અંદાજે બે વર્ષ પહેલા થરાદથી બદલી થઇ દાંતીવાડા તાલુકાના આકોલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે હતા.મંગળવારે શાળા છુટવાના સમયે શાળાના ઓરડામાં જ કૂદવાની દોરીથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.શિક્ષકે પારિવારીક સમસ્યાના કારણે અંતિમ પગલું ભર્યુ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.શિક્ષકના પિતા દલજીભાઇએ પાંથાવાડા પોલીસને જાણ કરી હતી.
શાળા છુટવાના સમયે શોધ્યા તો લટકતા મળ્યા
શાળાના શિક્ષક વિપુલસિંહ પરમારે જણાવ્યું હતુ કે, કિરણભાઇ વાઘેલાએ અમારી સાથે છેલ્લી ચા પીધી હતી. ત્યારબાદ તેઓ બીજા રૂમમાં ક્યારે ગયા અમને ખ્યાલ નથી.પરંતુ જ્યારે શાળાએ થી ઘરે જવાનો સમય થયો ત્યારે અમને કિરણભાઈ ન દેખાતા શોધ ખોળ કરી હતી. ફોન કર્યા પણ ફોનની રિંગ વાગતા શાળાના ઓરડામાં ચકાસણી કરી તો તેઓ ફાંસો ખાધેલી હાલતમાં લટકેલા જોવા મળ્યા હતા.
શિક્ષક વતનથી અપડાઉન કરતા હતા
કિરણભાઈ વાઘેલા પોતાના વતન જસપુરિયાથી અપ ડાઉન કરતા હતા. બુધવારે પણ તેઓ શાળામાં આવી દિવસ દરમિયાન રાબેતા મુજબ જ કામગીરી કરી હતી.
દીકરો- દીકરી અને પત્ની નોંધારા બન્યા
કિરણભાઇ વાઘેલાના પરિવારમાં પત્ની પિન્કીબેન તેમજ દીકરી વીધી અને દીકરો શ્લોક છે.કિરણભાઇએ જીવન ટુંકાવી લેતાં ત્રણેય નોંધારા બની ગયા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.