હુકમ:કરજોડામાં ચોરી કરનારા આરોપીને પાંચ વર્ષની કેદ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વર્ષ અગાઉ કરજોડા ઉપરાંત લુણવા, ગોળા, ઉમેદપુરા, જેસંગપુરામાં ચોરી કરી હતી

પાલનપુર તાલુકાના કરજોડા ગામે વર્ષ 2020માં રહેણાંક મકાનથી રોકડ રકમ તેમજ દાગીના મળી રૂપિયા 31,000ની તેમજ લુણવા, ગોળા, ઉમેદપુરા, જેસંગપુરા ગામમાં ચોરી કરનારા આરોપીને પાલનપુરની કોર્ટેના ન્યાયાધીશે પાંચ વર્ષની કેદ અને રૂપિયા 2 હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો.

પાલનપુર તાલુકાના કરજોડા ગામે વિપુલસિંહ તેજમાલસિંહ વાઘેલા તા.10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે સમયે શખ્સે મકાનનું તાળુ તોડી અંદરથી રૂપિયા 8000 રોકડા, રૂપિયા 20,000 રોકડા તેમજ રૂપિયા 2,000નો મોબાઇલ ફોન ઉપરાંત અજયસિંહ પ્રતાપસિંહ વાઘેલાનો રૂ.1000નો મોબાઇલ મળી કુલ રૂ. 31,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. દરમિયાન પાલનપુર તાલુકા પીએસઆઇ બી. આર. પટેલે સ્ટાફના બળવંતસિંહ સહિતની ટીમ સાથે ચોરીનો ભેદ ઉકેલી અમીરગઢ તાલુકાના કાનપુરના વિક્રમ ભોમાભાઈ ખરાડીને ઝડપી તેની સામે ગુનો નોંધ્યો હતો.

અંગેનો કેસ પાલનપુરની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ નરેન્દ્ર કડોલિયાએ સરકારી વકીલ કલ્પેશકુમાર સી . રાવલની દલીલો તેમજ રજુ કરેલ પુરાવાઓ ઘ્યાને લઈ આરોપી વિક્રમભાઈ ભોમાભાઈ ખરાડી ( આદીવાસી ) ને કીમીનલ પ્રોસીઝર કોડ ની કલમ 248 ( 2 ) અન્વયે ઈ.પી.કો. કલમ 380 તથા 454 ના ગુનામાં તકસીરવાર ઠરાવી ઈ.પી.કો. કલમ 380 માં ત્રણ ( ૩3) વર્ષ છ ( 6 ) માસ ની સખત કેદની સજા અને રૂ .1000 નો દંડ તેમજ ઈ.પી.કો. કલમ 454 માં પાંચ ( 5) વર્ષ ની સખત કેદની સજા તથા રૂ 1000ના દંડ ની સજાનો હુકમ કર્યો હતો.. તેમજ મુદ્દામાલ સોનાની બુટ્ટી નંગ - ર આ કામના અરજદાર સજ્જનબેન તેજમાલસિંહ વાઘેલાને પરત કરવાનો હુકમ કર્યો હતો.

આરોપી દિવસે જ ચોરી કરતો હતો
આરોપી વિક્રમ ખરાડી દિવસે જ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. જેણે કરજોડા ઉપરાંત લુણવા, ગોળા, ઉમેદપુરા, જેસંગપુરા ગામમાં ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...