તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂકાદો:પાલનપુરમાંથી બાઇક ચોરનાર આરોપીને 1 વર્ષ 4 માસની સજા

પાલનપુર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બે વર્ષ અગાઉ ધનિયાણા ચોકડીથી ચોરી કરી હતી
 • પ્રથમ એડિશનલ જયુડિશિયલ કોર્ટનો ચૂકાદો

પાલનપુરના ધનિયાણા ચોકડી વિસ્તારમાંથી બે વર્ષ અગાઉ બાઇકની ચોરી કરનાર શખ્સને પાલનપુરની પ્રથમ એડિશનલ જયુડિશીયલ કોર્ટના ન્યાયાધીશે 1 વર્ષ 4 માસની સજા ફટકારી હતી.પાલનપુર ધનિયાણા ચોકડી વિસ્તારમાં આવેલા જ્યોતીબા કોમ્પલેક્ષમાંથી એક વર્ષ અગાઉ જયેશકુમાર ભાયચંદભાઇ પટેલના બાઇક નં જીજે. 08.બી.એલ. 7750ની ચોરી થવા પામી હતી. આ અંગે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન દાંતીવાડા પોલીસે વાહન ચેકિંગ વખતે આ બાઇક ચોરીને જતાં આરોપી વાવ તાલુકાના ઉમેદપુરાના પેથાભાઇ જગાભાઇ દેસાઇને ઝડપી લીધો હતો. જે અંગેનો કેસ પાલનપુરની પ્રથમ એડિશનલ જયુડિશીયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ જે. એસ. પ્રજાપતિએ સરકારી વકીલ મધુબેન જે. ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પેથાભાઇ જગાભાઇ દેસાઇને ઇપીકો ક. 379ના ગૂનામાં 1 વર્ષ 4 માસની સાદી કેદની સજા ફરમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો