તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકાદો:પાલનપુરમાં યુવકના ગળામાં છરી મારનારા આરોપીને 7 વર્ષની કેદ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલનપુરની એડીશનલ સેશન્સ જજનો ચૂકાદો

પાલનપુરમાં રસ્તામાં વાહન પાર્ક કરવાના મુદ્દે યુવકના ગળા ઉપર છરી મારનારા આરોપીને પાલનપુરની એડીશનલ સેશન્સ જજે સાત વર્ષની સજાનો હૂકમ કર્યો હતો.પાલનપુરમાં 18 મે 2015ના દિવસે જનતાનગર વિસ્તારમાં રસ્તાની બંને સાઇડે રિક્ષાઓ પાર્ક કરેલી હોવાથી વસંતભાઇઅે પોતાની બોલેરો ગાડી રસ્તા વચ્ચે ઉભી રાખી હતી.

આ વખતે પાછળથી બાઇક લઇને આવેલા સોયેબખાન સતારભાઇ મેમણે બોલેરો ગાડી રસ્તા વચ્ચેથી હટાવવાના મુદ્દે ઉશ્કેરાઇ જઇ વસંતભાઇના ગળામાં ડાબી બાજુએ ચપ્પુ માર્યુ હતું. જેમાં તેમને ઇજાઓ થવા પામી હતી. દરમિયાન આ અંગેનો કેસ પાલનપુરની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આર. પી. મોગરાએ સરકારી વકીલ નૈલેષભાઇ જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સોયેબખાન મેમણને કલમ 307ના ગૂનામાં સાત વર્ષની સખ્ત કેદ અને રૂપિયા 3000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદનો હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...