તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:સરકારી આંકડા મુજબ કોરોનાથી 150 ના મોત હકીકત 71 દિવસમાં 1652 મૃત્યુસર્ટી નીકળ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આંકડાની માયાજાળ| ગતવર્ષે 2020માં માર્ચ,એપ્રિલ અને મેના 3 મહિનામાં 722 ડેથ સર્ટી ઈશ્યુ થયા હતા
  • પાલનપુરમાં 885, ડીસા 395, ધાનેરા 126, થરાદ 122, ભાભર 61 અને થરામાં 63 ડેથસર્ટી ઈશ્યુ થયા

મોતના આંકડા છુપાવતી સરકારે જિલ્લામાં કોરોનાથી માત્ર 150 ના મોત થયાની બે મોઢાની વાત કહી હતી.જ્યારે તેમની સરકારી કચેરીના ડેથઇસ્યુએ પોલ ખોલી નાખી.જેમાં 71 દિવસમાં 6 પાલિકામાં 1652 ડેથસર્ટી ઈસ્યુ થયા હોવાની વિગતો આપી હતી.ક્યાંક આરોગ્ય વિભાગને જાણ કર્યા વિના જ મૃતદેહ સોંપી દેવાતા હતા. જેથી તંત્ર દ્વારા ડેથ ઓડિટ જેવી પ્રક્રિયા પણ થઈ શકી નહોતી. 71 દિવસમાં જિલ્લાની 6 નગરપાલિકામાં આવેલી જન્મ મરણ નોંધણી શાખામાં તપાસ કરતા જે આંકડાઓ આવ્યા તે ચોંકવાનારા છે.

જુદી જુદી પાલિકાની સરકારી કચેરીમાંથી મરણના દાખલાઓ ઈશ્યુ કરાય છે તેમાં પાછલા 71 દિવસમાં 1652 ડેથ સર્ટી ઈશ્યુ થયા છે. જેમાં માર્ચ મહિનામાં 294, એપ્રિલ મહિનામાં 578, જ્યારે મે મહિનાના માત્ર પ્રથમ દસ દિવસમાં જ 780 ડેથ સર્ટી ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાં પાલનપુરમાં સૌથી વધુ 885, ડીસામાં 395, ધાનેરામાં 126, થરાદમાં 122, ભાભરમાં 61 અને થરામાં 63 ડેથસર્ટી ઈશ્યુ થયા છે. જયારે ગત વર્ષે 2020માં માર્ચ એપ્રિલ મેના 3 મહિનામાં 722 ડેથ સર્ટી ઈશ્યુ થયા હતા.

એપ્રિલના ત્રીજા સપ્તાહમાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે અગાઉ 5ના મોત નિપજ્યા હતા
એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં સહુથી વધુ ઓક્સિજનની માંગ ઉઠતા લોકોના મોતની ઘટનાઓથી જિલ્લા ભરમાં હડકંપ મચી ગયો હતો. જેમાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં 24 કલાકમાં જ 5 લોકોએ દમ તોડી દીધો હતો અને પરિવારજનોએ કલ્પાંત મચાવ્યો હતો.

પાલિકામાં મૃતક વ્યક્તિના આધારકાર્ડ સહિત અન્ય દસ્તાવેજના આધારે ડેથ સર્ટી કાઢી આપવામાં આવે છે
કોરોનાગ્રસ્ત દર્દીનું જ્યારે સારવાર દરમિયાન મોત થાય ત્યારે જેતે હોસ્પિટલમાંથી એક ચબરખી લખી આપવામાં આવે છે. જેમાં મૃત્યુ તારીખ અને હોસ્પિટલનું નામ હોય છે જે પાલિકાની જન્મ મરણ નોંધણી શાખામાં જઈને મૃતકના આધારકાર્ડ સહિત અન્ય દસ્તાવેજ આપ્યેથી ડેથ સર્ટી કાઢી આપવામાં આવે છે.

ગંભીર રોગથી પીડાતા દર્દીઓમાં મોતની ઘટના વધુ
અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હોસ્પિટલ લઈ ગયા અને બે-ત્રણ દિવસમાં મોતને ભેટ્યાની પાલનપુર સિવિલમાં 30થી વધુ ઘટનાઓ ઘટી હતી. તબીબે જણાવ્યું કે "જેઓ પહેલેથી રોગ પ્રતિકારક શક્તિ ગુમાવી બેઠેલા, કેન્સર કે હાઈબીપી અને હાઈ સુગર ધરાવતા દર્દીઓના મોત થયા હતા. જોકે કેટલાક મોત ઓક્સિજનના અભાવે પણ થયા હતા."

પાંચ પાલિકાથી ઈસ્યુ ડેથના સર્ટી
પાલિકા :

ડેથ સર્ટી(2021) : ડેથસર્ટી(2020)

પાલનપુર885: 417
ડીસા395: 163
ધાનેરા126: 45
થરાદ122: 38
થરા63: 31
ભાભર61: 28
કુલ1652: 722
હવે તો ગંભીર છો આ આંકડા જોઈને
માર્ચ2021(294)2020 (229)
એપ્રિલ202 1(578)2020 (220)
મે2021 (780)2020 (273)

​​​​​​​

પહેલી લહેરમાં 70 અને બીજી લહેરમાં 80 મોત
"જિલ્લામાં અત્યાર સુધી કુલ ડેથ 150 થઈ છે જેમાં પહેલી લહેરમાં 70 અને બીજી લહેરમાં 80 મોત થઈ છે જેમાં 80 ટકા પેશન્ટ કોમોરબીડ હતા."ડો નરેશ ગર્ગ ( ડિસ્ટ્રીકટ એપેડેમીક ઓફિસર)

અન્ય સમાચારો પણ છે...