હિટ એન્ડ રન:બનાસકાંઠાના ડીસામાં પેટ્રોલપંપ પાસે અકસ્માત, પેટ્રોલ ભરાવીને જઈ રહેલી યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી

ડીસા હાઈવે પર ઓવરબ્રીજના છેડે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનચાલકે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને બહાર નીકળતા યુવતીને અડફેટે લેતા તેનું મોત નિપજયું હતું હોવાની ઘટના સામે આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે ડીસા હાઈવે પર ઓવરબ્રિજના છેડે આવેલા પેટ્રોલપંપ પર એક યુવતી પોતાના એક્ટિવામાં પેટ્રોલ ભરાવીને બહાર નીકળતા હતા તે દરમિયાન પૂર ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા યુવતી નું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર વાહનચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે આગળની તજવીજ હાથ ધરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...