ગમખ્વાર અકસ્માત:ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે સ્વિફ્ટ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઈક સવાર ઇજાગ્રસ્ત

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક સવાર બાજુમાં રોડની સાઈડમાં પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ
  • ઘાયલ ઈસમને સ્થાનિકોની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો
  • કાર થાંભલા સાથે અથડાતાં કારને મોટું નુકશાન પહોંચ્યું

ડીસાની ગણેશ કૃપા સોસાયટી પાસે આજે સોમવારે બાઈક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ડીસા શહેરના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલી ગણેશ કૃપા સોસાયટી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે ડીસા શહેરના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલી ગણેશ કૃપા સોસાયટી પાસે અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જેમાં ગણેશ કૃપા સોસાયટીની સામે વળાંકમાં સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઈક સવાર બાજુમાં રોડની સાઈડમાં પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કાર થાંભલા સાથે અથડાતાં કારને મોટું નુકશાન પહોંચ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઈક સવારને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની નજીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...