અકસ્માત:પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર એલ.પી.જી ગેસના બાટલા ભરેલી ગાડી અને ઓઇલ ટેન્કર વચ્ચે અકસ્માત

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં એલ.પી.જી ગેસના બાટલા રોડ પર પટકાયા
  • અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો

પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર એલપીજી ગેસના બાટલા ભરેલી ટ્રક અને ઓઇલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં એલપીજી ગેસના બાટલા રોડ ઉપર પટકાયા હોવાની ઘટના સામે આવી છે.

બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, સદનસીબે ઓઈલ ટેન્કર અને એલપીજી ગેસના બાટલા ભરેલ ટ્રક અકસ્માતમાં મોટી જાનહાની થતાં અટકી હતી.

પાલનપુર નેશનલ હાઇવે જગાણા ચોકડી નજીક એલપીજી ગેસના બાટલા ભરેલી ટ્રક અને ઓઇલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટના ના પગલે પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હાઇવે પર ટ્રાફ્રિક ખુલ્લું કરાવવાની કામગીરી શરૂ કરી હતી. ઓઇલ ટેન્કર અને એલપીજી ગેસના ભટલા ભરેલ ટ્રક વચ્ચે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...