તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બનાસકાંઠાના લક્ષ્મીપુરા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત, બાઈકસવાર બાઈકસવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘાયલને સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

બનાસકાંઠાના લક્ષ્મીપુરા ગામ નજીક હાઇવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈકસવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત થયાની જાણ થતાં લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર આઇ10 કાર પાલનપુરથી રાજસ્થાન તરફ જઇ રહી હતી. એ દરમિયાન અમિરગઢ તાલુકાના લક્ષ્મીપુરા નજીક નેશનલ હાઇવે પર અચાનક બાઈક વચમા આવી જતા કાર ધડાકાભેર બાઈક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બાઇક ચાલક ફંગોળાઈને દૂર ફેંકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એકઠા થયેલા લોકો અને પોલીસે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો