લાંચીયો અધિકારી ઝડપાયો:બનાસકાંઠા જિલ્લાના દિયોદરના નાયબ મામલતદારને એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનના સંચાલક પાસેથી રૂા. 10 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયો
  • ​​​​​​​સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં ખામી ના કાઢવા માટે લાંચ માંગી હતી

બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ એક લાંચીયો અધિકારી એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો. દિયોદરમાં નાયબ મામલતદાર પી.આર.ઠાકોરે એક સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં ખામી નહીં કાઢવા તેમજ અન્ય કોઈ રીતે હેરાન નહીં કરવા માટે સંચાલક પાસે રૂપિયા 10 હજારની માંગણી કરી હતી. જ્યાં આજે ગુરૂવારે તે દુકાનદાર પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો.

દિયોદરનો નાયબ મામલતદાર રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હોવાની ઘટના સામે આવી હતી. એક સસ્તા અનાજની દુકાનના ઓડિટમાં કોઈ જ ખામી નહીં કાઢવાની અને કોઈપણ રીતે દુકાનદારને હેરાન નહીં કરવા માટે નાયબ મામલતદાર પી.આર.ઠાકોરે દુકાનદાર પાસેથી રૂપિયા 10 હજારની માંગણી કરી હતી. આ રકમ દુકાનદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરીયાદ કરી હતી. જેથી આજે ગુરૂવારના રોજ એસીબીએ ગોઠવેલા છટકા મુજબ દુકાનદાર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને લાંચ આપવા માટે આવ્યો હતો. જ્યાં નાયબ મામલતદાર પી.આર.ઠાકોરને આ સંચાલક પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતા. મામલતદાર કચેરીની અંદર જ નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઇ જતાં સમગ્ર કચેરીમાં હડકંપ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...