તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Acacia Bushes Caught Fire In Bhatwar Village Of Vav Taluka Of Banaskantha District, Firefighters Immediately Doused The Fire With Water.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભટવર ગામમાં બાવળની ઝાડીઓમાં આગ લાગી, ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવી
 • ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભટવર ગામમાં બાવળની ઝાડીઓમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ કરાતા ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

વીજળીની લાઈનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન

ઉનાળાની શરૂઆત થતા આગ લાગવાના બનાવો વધી રહ્યાં છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભટવર ગામમાં બાવળની ઝાડીઓમાં અચાનક આગ લાગતા આસપાસના લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. બાવળની ઝાડીઓમાં અચાનક આગ લાગતા પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેમાં સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ કરાતા ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જેમાં ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ વીજળીની લાઈનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો