તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીમાં વધારો:આબુમાં તાપમાન1 ડિગ્રી,બરફ જામ્યો, ઠંડીમાં લોકો ઠુંઠવાયા,ડીસાનું લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આબુમાં શિયાળાની શરૂઆતમાં જ રવિવારે તાપમાનનો પારો ગગડીને 1 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યાં આછો બરફ જામ્યો હતો. - Divya Bhaskar
આબુમાં શિયાળાની શરૂઆતમાં જ રવિવારે તાપમાનનો પારો ગગડીને 1 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યાં આછો બરફ જામ્યો હતો.

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની શરૂઆતમાં જ રવિવારે તાપમાનનો પારો ગગડીને 1 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યાં વાહનોના કાચ ઉપર આછો બરફ જામ્યો હતો. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં લધુત્તમ તાપમાનનો પારો 12.7 ડિગ્રી નોંધાયો હતો. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની અસર જોવા મળી રહી છે. જ્યાં શરૂઆતના દિવસો જ તાપમાનનો પારો ગગડયો હતો. રવિવારે માઉન્ટ આબુનું તાપમાન 1 ડિગ્રી નોંધાયું હતું.

જ્યાં ઘરની બહાર પડેલી ગાડીઓ પર આછો બરફ જોવા મળ્યો હતો. જેના પગલે પ્રવાસીઓએ આ મોસમની પ્રથમ વખત કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. માઉન્ટ આબુના મેદાનોમાં બરફની હળવી છારી પણ જોવા મળી હતી. જ્યારે લોકો શિયાળાથી બચવા માટે તાપણાનો આશરો પણ લેતા જોવા મળ્યા હતા.

સ્થાનિક લોકો અને પર્યટકો ગરમ કપડાંમાં લપેટેલા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી માઉન્ટ આબુમાં ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે પરંતુ આ વર્ષે નવેમ્બર મહિનામાં શિયાળાએ તેનું તીવ્ર વલણ દર્શાવવાનું શરૂ કર્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો રવિવારે 12.7 ડિગ્રી નોંધાયો હતો. આગામી સમયમાં બનાસકાંઠામાં પણ ઠંડીનો તિવ્ર ચમકારો વર્તાય તેવી શકયતાઓ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser