તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 અભિયમ મહિલા હેલ્પલાઇન:અભિયમે ભાભરના અસાણામાં ઉત્તર પ્રદેશની સગીરાના લગ્ન અટકાવ્યા

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદનો મુરતીયો સગીરા સાથે લગ્ન કરે તે પહેલા 181 અભિયમ, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી પહોચ્યા

ભાભર તાલુકાના અસાણા ગામે બુધવારે ઉત્તર પ્રદેશની એક સગીરાના બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. અન્ય વ્યકિતના ઘરના આંગણામાં ગોઠવેલી ચોરીમાં અમદાવાદનો મુરતીયો સગીરા સાથે ચાર ફેરા ફરે તે પહેલા અભિયમ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ પહોચી હતી. જોકે, તેણીના માતા- પિતાની ઓળખના કોઇ પુરાવા ન હોઇ તેણીને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી.

ભાભરના અસાણા ગામે બુધવારે શંકાસ્પદ રીતે થતાં સગીરાના બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, કોલ મળતાં બાળ પ્રતિબંધક એમ. કે. જોષી, લીગલ કમ પ્રોબેશન ઓફિસર પી. એ. ઠાકોર અને સ્થાનિક પોલીસની ટીમ સાથે અસાણા ગામે પહોચ્યા હતા. જ્યાં ઉત્તર પ્રદેશની સગીરા હેત્વી (નામ બદલ્યું છે)ના લગ્ન થવાના હતા. તપાસ કરી પરિવાર પાસે તેણીના માતા - પિતાના ઓળખના પુરાવા માંગવામાં આવતાં તેઓ રજૂ કરી શક્યા ન હતા. પાલનપુર સી. ડબલ્યું સી.માં રજુ કરી નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકવામાં આવી હતી. બાળ લગ્નના આ કેસમાં સગીરા ઉત્તર પ્રદેશની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો