181 અભિયમ:માતા પાસેથી ડીસાના સાસરિયાં બાળકી છીનવી જતા અભિયમે મિલન કરાવ્યું

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના એક ગામમાં પોતાના પિયરમાં રહેતી 21 વર્ષિય વિધવા યુવતી પાસેથી ડીસાના તેણીના સાસરિયાં બે વર્ષની બાળકીને છીનવી લઈ ગયા હતા. આ અંગે 181 અભિયમની ટીમને કોલ મળતાં બાળકીનું પુનઃ માતા સાથે મિલન કરાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વિધવા, ત્યકતા મહિલાઓ ઉપર સાસરિયા દ્વારા ત્રાસ ગુજારવાના કિસ્સા બની રહ્યા છે. જેમને ન્યાય અપાવવા માટે 181 અભિયમ મહિલા હેલ્પલાઈન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે પાલનપુર 181 અભિયમ મહિલા હેલ્પલાઇન કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, પાલનપુરના એક ગામમાં રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન ડીસાના ગામમાં કરાયા હતા. જેમના લગ્ન જીવનમાં એક બાળકીનો જન્મ થયો હતો.

આ યુવતીના પતિનું દોઢ વર્ષ અગાઉ આકસ્મિક નિધન થતાં તેણી નાની ઉંમરે વિધવા બની દીકરી સાથે પિયરમાં રહેતી હતી. દરમિયાન બે દિવસ અગાઉ તેની સાસરીમાંથી આવેલા લોકો દીકરીને છીનવીને લઈ ગયા હતા. આ અંગે યુવતીએ 181માં કોલ કરતાં મહિલા પોલીસ હે.કો. કોકિલાબેન જોષી સાથે યુવતીની સાસરીમાં જઇ એમને સમજાવી બાળકીને પુનઃ વિધવા માતાને સોપી હતી.

અન્ય સમાચારો પણ છે...