તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:પાલનપુર નગરપાલિકાના વેરા વધારાને લઈ આમ આદમી પાર્ટીના ધરણા

પાલનપુર21 દિવસ પહેલા
  • નગરપાલિકા સફાઈના નામે જીરો છે રસ્તાઓમાં ખાડા પડેલા છે વરસાદ દરમિયાન અતિશય ગંદકી છે : આમ આદમી પાર્ટી કાર્યકર

પાલનપુર નગરપાલિકા વેરા વધારાને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે પાલનપુર કલેકટર કચેરીની બહાર ધરણા પ્રદશન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા વેરામાં કરેલ વધારા ને લઈ તેના વિરોધ માં પાલનપુરની જનતા સહી અભિયાન પણ કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા વેરા વધારાને લઈ આમ આદમી પાર્ટીના દ્વારા આજે કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદશન કર્યું હતું અને સૂત્રોચાર કર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા આગાઉ નગરપાલિકામાં વેરા ઘટાડાને લઈ આવેદનપત્ર આપી પંદર દિવસમાં વેરો ઘટાડવામાં નહીં આવે તો ધારણા પ્રદશન કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે આ મામલે કોઇ પગલાં ન ભરાતા આજે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર આમ આદમી પાર્ટી દ્વારા ધરણા પ્રદશન કરી વિરોધ નોંધાવ્યો હતો.

આમ આદમી પાર્ટીના કાર્યકરે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટના રોજ પાલનપુર નગરપાલિકામાં આવક વેરો વધારવામાં આવ્યો હતો. એ ઘટાડવા આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે પંદર દિવસમાં જો વેરો ઘટાડવામાં નહીં આવે તો ધારણા કરાશે. તેથી આજે પાલનપુર કલેકટરની બહાર આમ આદમી પાર્ટી દ્વારા ધારણા આંદોલન રાખેલ છે. નગરપાલિકાને કહેવા આવે છે એની સામે સફાઈ ના નામે જીરો છે. રસ્તાઓમાં ખાડા પડેલા છે. વરસાદ દરમિયાન અતિશય ગંદકી છે ત્યારે આ તમામ મુદ્દે આજે વિરોધ નોધાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...