તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના ગઢમાં ગાબડું:પાલનપુર તાલુકાના ભાજપના ગઢ ગણાતા જગાણા ગામમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પા્ડ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • જગાણા ગામે 100 લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા

પાલનપુર તાલુકાના જગાણા ગામમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી. ભાજપના ગઢમાં યોજાયેલી સભામાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અને આપના નેતા વિજય સુવાળાની હાજરીમાં 100 થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવા સક્રિય બની છે. જેના ભાગરૂપે આજે ભાજપના ગઢ સમા પાલનપુર તાલુકાના જગાણા ખાતે પ્રસિદ્ધ ગાયક કલાકાર વિજય સુંવાળા (ભુવાજી)ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. જેમાં 100 થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

વિજય સુંવાળા (ભુવાજી) એ જણાવ્યું હતું કે આજની શુભ શરૂઆત માં અમે લોકોએ બનાસકાંઠા થી આરંભ કર્યો છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે વર્ષોથી ભાજપનો ગઢ કહેવાય છે તે છતાં પણ લોકો નીડરતા ભાવે અને જીગર કરીને મિટિંગમાં જોડાયા છે અને અમારા સાથે ઘણા બધા લોકો આજે જોઇનિંગ થયા છે અને ભવિષ્યમાં પણ થવાના છે અને દરેક વસ્તુને શરૂઆતનાં નાના માંથી જ મોટું થાય અમારી શરૂઆત છે અને આવનારા સમયમાં સમગ્ર બનાસકાંઠામાં તથા જગાણા આજુબાજુના વિસ્તારોમાં ગુજરાતના ગામડે ગામડે લોકપ્રિયતા ફેલાવવાના છીએ.

અમારા કામો થકી અને અમારા સૂત્રો થકી જે પ્રમાણે દિલ્હીમાં પણ કેજરીવાલ સાહેબે કામ કર્યા છે સ્કૂલો હોસ્પિટલો શાળાઓ દરેક વસ્તુ આજે સમગ્ર ઇન્ડિયા માટે મોડેલ વસ્તુ બની ગઈ છે એ દિલ્હી મોડલ તો ખરું જ ગુજરાતમાં પણ કેટલાક સુધારા વધારા કરવાના છે બેરોજગારી કોરોનાની મહામારી દરમિયાન જે પણ તકલીફો પડી તેમની લાગણીઓને સમજવા માં પણ ન આવી દવાખાનામાં પણ લોકો એમને એમ પડી રહેતા માણસાઈ ભૂલી ગયા છે આ લોકો બધું ભૂલીને બસ ખાલી વોટિંગના ટાઈમે પાંચ દિવસ કે દસ દિવસ સારા વચનો સારી વાતો કરીને આ પાંચ વરસ સુઈ જવા વાળા લોકો છે એ લોકોને હવે જાગૃત કરવા આવ્યા છીએ વોટ નું બટન દબાવવા આવો ત્યારે ધ્યાન રાખવું ભૂતકાળમાં શુસું વીત્યું છે.

વધુમાં વિજય સુંવાળા (ભુવાજી) એ જણાવ્યું હતું કે આ લોકો ની દાદાગીરી તમે સીધી સીધી જોઈ શકો છો ફોટા પણ વાઇરલ થયા છે અમારા પાર્ટી અને કાર્યકર્તાઓએ પણ સર્ચ કર્યું છે 100% બીજેપીના માણસો છે હવે આ લોકો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે કોઈએ અમારી લોકપ્રિયતા દેખાઈ રહી નથી ઈર્ષ્યા નો ભાવ પેદા કરી રહ્યા છે આ લોકો ડરાવી ધમકાવી રહ્યા છે તમે લોકો ભેગા થશો આમ આદમી પાર્ટી માં જોડાશે નહીં આ લોકો ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...