ફરિયાદ:ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયેલી બાંગ્લાદેશી બુ યુવતીના આધાર પુરાવા વગર દિયોદરમાં આધાર કાર્ડ બન્યા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિયોદરની મામલતદાર કચેરીના કર્મીએ રેકર્ડ વગર ફિંગર લીધા,અમદાવાદમાં ઓનલાઈન કાર્ડ કઢાવ્યું
  • ​​​​​​​દિયોદરની મામલતદાર કચેરીમાં આઉટસોર્સિંગ ફરજ બજાવતાં કોટડાના શખ્સ સામે ફરિયાદ

થોડા મહિનાઓ અગાઉ દિયોદરના ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયેલી 2 રૂપલ્લનાને નારી ગૃહમાં મોકલ્યા બાદ તેમની તપાસ કરતાં બંને મહિલાઓએ દલાલ મારફતે બાંગ્લાદેશની બોર્ડર અનઅધિકૃત રીતે પસાર કરી અમદાવાદના ચંડોળા તળાવ પાસેના વિસ્તારમાં પહોંચી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે દિયોદરની મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ નિકાળતાં કર્મીએ કોઈક રીતે કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર જ બાંગ્લાદેશી મહિલાઓનું આધાર કાર્ડ બનાવી આપ્યું હતું. જે અમદાવાદ નરોડા પાટિયા ખાતે ઓનલાઈન આધારકાર્ડ કઢાવ્યું હતું.

દિયોદર પોલીસે રૂપલલના અને ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.દિયોદર પોલીસ મથકે મામલાની તપાસ કરવા પહોંચેલી ટીમને આધાર કાર્ડ કયા આઇડીમાંથી નીકળી છે તે હજુ જાણવા મળ્યું નથી. થોડાક દિવસ અગાઉ દિયોદરમાં હાઈવે વિસ્તારમાંથી પ્રાઇવેટ ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયેલ રૂપલ્લનાઓના ગુનામાં સંડોવણીમાં દિયોદરની મામલતદાર કચેરી ખાતે છેલ્લા 4-5 વર્ષથી પટાવાળા તરીકે જનરલ કામગીરીમાં આઉટસોર્સિંગ ફરજ બજાવતાં દિયોદરના કોટડા ગામના દિપક નારણભાઈ પુરોહિતનું બંને બાંગ્લાદેશી રૂપલ્લનાઓના રેકર્ડ વિનાજ આધાર કાર્ડ કાઢવા સંબંધિત ગુનામાં નામ આવતા જ દિયોદર મામલતદાર કચેરી વિવાદોમાં સપડાઈ છે. દિયોદર પોલીસ મથકે શનિવારે ગુનો નોંધાયો છે.આરોપી દિપક પુરોહિત પોલીસ પકડથી ફરાર છે.

પાલનપુરના નારી સંરક્ષણ ગૃહમાં રખાયેલી મહિલાઓએ કલકત્તા અને અમદાવાદથી સમગ્ર નેટવર્ક ચાલતું હોવાનું અને એક રાતના રૂ.10થી 15 હજાર અપાતા હોવાનો એકરાર પોલીસ સમક્ષ કર્યો હતો. મૂળ બાંગ્લાદેશના કુંજપુરાતા વિસ્તારની 28 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે "80 હજારની લોન ભરપાઇ ન થતા 5 મહિના અગાઉ બાંગ્લાદેશના બેનાપોલ ગામના મહેંદી નામના દલાલ મારફતે કલકત્તા - ગુજરાતના રાહુલ અને મોદુ નામના દલાલનો કોન્ટેક્ટ કરી રાત્રે બેટરીના અજવાળે 4 વર્ષની દીકરીને લઈ પગપાળા હોડીમાં બેસી દલાલનો સંપર્ક કરી હાવડા આવેલા અને ત્યાંથી મોદુએ અમદાવાદની ટ્રેનની જે ટિકિટ બુક કરાવી હતી.

તેમાં કાલુપુર રેલવે સ્ટેશન ઉતરી રિક્ષામાં બેસી ચંડોળા વિસ્તારમાં અમીન પોહીરના ત્યાં રોકાઈ હતી.જ્યાં મોદુએ ફોન પર સાડીનો મજૂરી કામ નહીં પરંતુ દેહવેપાર કરવો પડશે તેમ જણાવતા મજબૂરીવશ પૈસાના અભાવે તે દેહવિક્રય તરફ ધકેલાઈ હતી. આવુજ સાથેની બીજી યુવતી સાથે પણ બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...