અકસ્માત:પાલનપુરના ચંડીસર પાસે બસની ટક્કરે યુવકનું મોત

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવક ઘરેથી દૂધ લેવા ગયો હતો

પાલનપુર તાલુકાના ચંડીસરમાં માળવાપરા ખેતરમાં રહેતો યુવક દુકાને દૂધ લેવા ગયો હતો. ત્યારે હાઇવે ઉપર એસ. ટી. બસના ચાલકે ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતુ.

પાલનપુર તાલુકાના ચંડીસર ગામે માળવાપરા ખેતરમાં રહેતા પ્રકાશજી સોમાજી ઠાકોર બપોરના સુમારે ખેતરેથી માળવાપરા દુકાને દૂધ લેવા જતા હતા. ત્યારે શક્તિફાર્મ નજીક રોડ ઉપર એસ. ટી. બસ નં. જીજે 18. ઝેડ. 5122ના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રકાશજીને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. આ અંગે મૃતકના ભાઇ મુકેશજી સોમાજી ઠાકોરે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...