અકસ્માત:પાલનપુરના ચિત્રાસણી નજીક બુલેટ સવાર યુવક કાર નીચે ફસાઈ બે કિ.મી.ઢસડાતાં મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદથી માઉન્ટ આબુ ફરવા નીકળેલા પાંચ મિત્રો રવિવાર સાંજે અમદાવાદ પરત ફરતી વખતે ચિત્રાસણી નજીક પસાર થઇ રહ્યા હતા.ત્યારે એક કાર ચાલકે બુલેટ બાઈકને ટક્કર મારતાં એક યુવકને બે કિલોમીટર સુધી કાર નીચે ઢસડાતા મોત નીપજયું હતું.જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો હતો.

અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા પાંચ યુવાનો માઉન્ટ આબુ બુલેટ તેમજ જુદાજુદા બાઈક લઈને ફરવા ગયેલા હતા. ત્યારબાદ માઉન્ટ આબુ થી રવિવાર સાંજે અમદાવાદ તરફ પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન પાલનપુર આબુ રોડ હાઇવે પર ચિત્રાસણી નજીક એક અજાણી સફેદ કલરની કાર ચાલકે ટક્કર મારતા બુલેટ ફંગોળાઇ ગયું હતું. જ્યાં બુલેટ ચાલક સહજાદ સૈયદ કાર નીચે આવી જતા ફસાઇ ગયો હતો.

કારચાલકે યુવક સહજાદ સૈયદને બે કિલોમીટર સુધી ઢસેડ્યો હતો. જ્યાં યુવકના મોટાભાગના અંગો શરીર ઘસાઈ ગયા હતા.જ્યાં સોયેબખાન નાગોરીને ગંભીર ઇજાઓ પહોંચતા અન્ય મિત્રોએ 108 જાણ કરી હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે સોયેબખાન અયુબખાન નાગોરીએ પાલનપુર તાલુકા મથકે સફેદ કલરની એમ એચ પાર્સિંગની કારના અજાણ્યા ચાલક સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...