તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ટ્રકની ટક્કરે બાઈક સવાર મેત્રાણાના યુવકનું મોત

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડગામના મેતા નજીક ઈંટો ભરેલી ટ્રકે ટક્કર મારી,ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

વડગામ તાલુકાના મેતા-મામવાડા રોડ નજીક ટ્રક ચાલકે એક બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મેત્રાણાના યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે એક યુવક ગંભીર ઈજાઓ પહોંચતા છાપી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સિદ્ધપુર તાલુકાના મેત્રાણા અને વડગામના ચાંગા ગામના મિત્રો કામ અર્થે મેતાથી મામવાડા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મામવાડા નજીક ઈંટો ભરેલી ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારતાં મેત્રાણા ગામના કિરણભાઈ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. જયારે ચાંગા ગામના તુષારભાઈ પ્રજાપતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે 108 ને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચેલ છાપી 108ના પાયલટ ગોવિંદભાઈ પરમાર અને ઈ એમ ટી વિક્રમભાઈ પરમારે ઘાયલ યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...