તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠાનો 'સીડમેન':પાલનપુરનો એ યુવાન, જેણે પર્યાવરણના રક્ષણ માટે શરૂ કરી છે વૃક્ષોના બીજની બેંક; હાલ તેની પાસે 350 જેટલા અલગ અલગ વૃક્ષના બીજ

પાલનપુર9 દિવસ પહેલા
  • નિરલ પટેલની બીજ બેંકમાંથી પ્રકૃતિપ્રેમીઓને મોકલી આપે છે નિઃશુલ્ક બીજ

પર્યાવરણની રક્ષા માટે શું કરી શકાય તે શીખવું હોય તો પાલનપુરના નિરલ પટેલ નામના યુવક પાસેથી શીખી શકાય. આ યુવાને વૃક્ષારોપણ વધારવા માટે એવો નવતર પ્રયોગ શરૂ કર્યો છે કે જેની આજે ચર્ચા કરવી જરુરી બની જાય છે. નિરલ પટેલે બીજ બેંકના માધ્યમથી પ્રકૃતિપ્રેમીઓને અલગ અલગ જાતના વૃક્ષોના બીજ મોકલી આપે છે. નિ-સ્વાર્થભાવે પ્રકૃતિની સેવા કરતા આ યુવકનો એક જ હેતુ છે કે, લોકો વધુને વધુ વૃક્ષો વાવે અને તેનો ઉછેર કરે.

એક વર્ષથી બીજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી
કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશ માં લોક ડાઉન કરવામાં આવ્યું હતું.લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘરમાં જ રહેવા લાગ્યા હતા.ત્યારે આ સમયમાં ઘરમાં રહી ને પણ ઘણા લોકો એ આ સમય નો સદ ઉપયોગ કર્યો છે.ત્યારે પાલનપુરમાં રહેતા નિરલ પટેલે ઘરમાં રહીને લોકોની મદદ થી પ્રકૃતિ ની જતન કરવા માટે એક બીજ બેંક નું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ધીરે ધીરે લોકો ના સહકાર મળતો ગયો. આજે તેની પાસે અલગ અલગ પ્રકાર ના 350 થી વધુ પ્રકાર વૃક્ષ ના બીજ છે જેમાં જંગલ ની દુર્લભ વનસ્પતિ ઔષધી અને વેલ પ્રકાર ના બીજ છે. આ બીજ નો સંગ્રહ કરી રહ્યા છે તેમજ વધારે પ્રમાણમાં બીજ મળે તો ગુજરાતમાં પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ ને તે વિના મૂલ્યે વિતરણ કરી રહ્યો છે. તેમના આ કાર્ય થી પ્રેરાઈ ને પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ એમની આજુ બાજુ ઉગતા બીજ ને તેમના સરનામે પણ મોકલી આપે છે.

બીજ બેંક અભિયાન શરૂ કરનાર નિરલ પટેલે જણાવ્યું હતું કે અમે એક બીજ બેંક બનાવી છે તેના માધ્યમથી સમગ્ર ભારતમાંના ઘણા વિસ્તારમાં બીજ વિનામૂલ્યે મોકલી આપું છું. મારી પ્રવાસી શિક્ષક તરીકે દાંતીવાડા નોકરી ચાલુ હતી તે સમયમાં લોકડાઉન થઈ જવાથી અમને છુટા કરી દેવામાં આવ્યા તે સમયે ઘરેજ હતા તે સમયે મને વિચાર આવ્યો ધીરેધીરે વૃક્ષોના જે બીજ આવે તે બીજોનું કલેકશન કરવાનું મેં ચાલું કર્યું હતું. તમામ અલગ અલગ પ્રકારના બીજા કલેકશન શોધીને લાવું ને મેં મારા ઘરમાં ચાર્ટ બનાવ્યો ને હું ચાર્ટ માં લગાવી દીધા છે. એ રીતે કરતા કરતા મારી જોડે વૃક્ષઓ ના બીજો ની સંખ્યા પણ વધવા લાગી અને જથ્થા માં પણ વધારો થવા લાગ્યો જેના માધ્યમથી અમુક જે બીજ છે જે વધારે માત્રામાં હતા એવા બીજને મેં પ્રકૃતિ પ્રેમીઓને વિતરણ કરવાનો નિર્ણય કર્યો ને વિનામૂલ્યે વિતરણ કરી દેતો હતો. ધીરેધીરે મારું કામ ગુજરાત લેવલ સુધી પહોંચી જવા લાગ્યું ગુજરાત ના ઘણા વિસ્તારમાં મારા જોડે બીજ માંગતા ને કુરિયરના માધ્યમથી લોકોને બીજ મૂકી આપતો હતો.

ગુજરાતના અનેક જંગલમાંથી બીજ એકત્રિત કર્યા
નિરલ પટેલે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત રાજસ્થાન, ડાંગ, આહવા, સાપુતારા, વલસાડ અને નવસારી જિલ્લાના જંગલ વિસ્તારમાં જઈ બીજ એકત્રિત કર્યા છે. તે સૌરાષ્ટ્ર તરફના જંગલ વિસ્તારમાં હજી નથી ગયા પણ ત્યાંના વૃક્ષોના બીજ પ્રકૃતિપ્રેમીઓ તેમને મોકલી આપતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

'લોકો વૃક્ષ વાવીને છોડી ના દે, તેનો ઉછેર પણ કરે'
નિરલ પટેલે કહ્યું કે, મોટાભાગના લોકો વિવિધ દિવસો નિમિતે વૃક્ષારોપણ કરતા હોય છે. પરંતુ, બાદમાં જો વૃક્ષની કાળજી લેવામા ના આવે તો તે ઉછરતું નથી. જેથી જરુરી છે કે, જે લોકો વૃક્ષારોપણ કરે તે જ્યાં સુધી વૃક્ષ ઉછરે ત્યાં સુધી તેની કાળજી પણ રાખે.

ગુજરાતમાં કેટલાક વૃક્ષોની જાળવણી કરવી જરુરી
યુવાનના મતે ગુજરાતમાં હાલ પીળો અને સફેદ સીમળો વૃક્ષ ઓછા જોવા મળે છે. ખીજડાના વૃક્ષ પણ લુપ્ત થવાને આરે છે. ત્યારે આ પ્રકારના વૃક્ષોની જાળવણી કરવી જરુરી છે.

પ્રકૃતિ પ્રેમી સાથે જોડાઈ રહેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ
પોતાની બીજ બેંકમાંથી પ્રકૃતિપ્રેમીઓને બીજ મળી રહે તે માટે નિરલ પટેલ સમયાંતરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકે છે. જેમાં પોતાનો નંબર પણ મુકે છે. જેથી જે લોકો બીજ મેળવવા માગતા હોય તે એડ્રેસ આવે એટલે નિરલ પટેલ તેને બીજ મોકલી આપે છે. તો કેટલાક પ્રકૃતિપ્રેમીઓ પોતાના તરફથી પણ નિરલ પટેલને તેના એડ્રેસ પર બીજ મોકલી આપે છે.

અન્ય સમાચારો પણ છે...