કોરોના સંક્રમણ:સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરીને પરત આવેલા પાલનપુરનો યુવક સંક્રમિત થયો

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 28 ડિસેમ્બરે ઘરે આવ્યા પછી તાવ, શરદીના લક્ષણો જોવા મળ્યા હતા

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. પાલનપુરનો 29 વર્ષિય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત આવ્યા પછી કોરોના સંક્રમિત થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તેને સારવાર અર્થે ખસેડી પરિવારજનોના સેમ્પલ સહિતની કામગીરી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ આવવાની શરૂઆત થઇ છે. અત્યાર સુધીમાં આઠ દર્દીઓ પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે. જ્યાં સોમવારે વધુ એક પોઝિટિવ કેસ આવ્યો હતો.

જિલ્લા અેપેડેમિક ઓફિસર ડો. એન. કે. ગર્ગએ જણાવ્યું કે, પાલનપુરમાં મહેશ્વરી કોલોનીમાં રહેતા 29 વર્ષિય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત આવ્યા પછી કોરોના સંક્રમિત થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તેને સારવાર અર્થે ખસેડી પરિવારજનોના સેમ્પલ સહિતની કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં સોમવારે આરટીપીસીઆર 2775, એન્ટીજન 1183 મળી કુલ 3958 લોકોના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી એક દર્દી પોઝિટિવ થયો છે. જેની સાથે કુલ 5 એકટિવ કેસ છે. સોમવારે વધુ એક દર્દી કોરોના મુકત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અમીરગઢમાં કેસ નોંધાતા અગ્રવાલવાસને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયો
અગાઉ રાજસ્થાનથી આવેલો યુવાન પોઝિટિવ આવ્યો હતો.દાંતા પ્રાંત હેઠળના અમીરગઢમાં આવેલ અગ્રવાલવાસ (મોહિની ભવન સામે) માં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દાંતા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ, સેવાઓ સવારે 7-00 કલાકથી સાંજના 7-00 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. આ જાહેરનામું 30 ડિસેમ્બર થી તા.26 જાન્યુઆરી સુધી દિન-28 સુધી અથવા ઉપરોક્ત જાહેર કરેલ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોવિડ પોઝીટીવ દર્દીઓ છેલ્લા પૈકી છેલ્લા દર્દીને ડિસ્ચાર્જ આપ્યા તારીખથી 14 દિવસ સુધી અમલમાં રહેશે. તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પી.ટી.પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું.

કેસો વધતાં એક અઠવાડિયામાં લોકડાઉન કરવાની સરકારને ફરજ પડી શકે છે : જિ.ભાજપ પ્રમુખ
કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેને લઇ એક અઠવાડિયામાં લોકડાઉન કરવાની સરકારને ફરજ પડી શકે છે. નવા વેરિયન્ટ એમીક્રોનના રૂપમાં કોરોના આવી રહ્યો છે. એમનું સ્પ્રેડ ખુબજ ઝડપી વધી રહ્યું છે. ત્યારે સાવચેત રહેવું જરૂરી છે. તેમ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાએ દિયોદર ખાતે કાર્યક્રમમાં બોલતાં જણાવ્યું હતુ.છે.

મહેસાણામાં 12 કેસ
મહેસાણા જિલ્લામાં સોમવારે એકસાથે કોરોનાના 12 કેસ સામે આવ્યા હતા. જેમાં વિસનગર શહેરની 3 વર્ષની બાળકીથી માંડી 63 વર્ષના વૃદ્ધ કોરોના સંક્રમિત થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મહેસાણામાં 4, વિસનગરમાં 5, કડીમાં 2 અને બહુચરાજીમાં 1 કેસ નોંધાયો હતો.

સાબરકાંઠામાં 4 કેસ
હિંમતનગરમાં 3 અને ખેડબ્રહ્મામાં 1 મળી વધુ 4 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વિજયનગરના તબીબનો પુત્ર હિમાચલથી આવ્યા બાદ તેનો પણ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.વિજયનગરના ખાનગી હોસ્પિટલના તબીબનો પુત્ર હિમાચલ પ્રદેશ ફરવા ગયો હતો જેમાં ચેપ લાગતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબ પુત્રનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવાયો હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...