તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐતિહાસિક યાદ:પાલનપુરના યુવક પાસે દસ જેટલા દેશોના 600 વર્ષ જુના ઐતિહાસિક સિક્કાઓનો અનોખો સંગ્રહ

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાં રહેતા યુવકે પૌરાણિક સિક્કાઓનો સંગ્રહ કર્યો છે. - Divya Bhaskar
પાલનપુરમાં રહેતા યુવકે પૌરાણિક સિક્કાઓનો સંગ્રહ કર્યો છે.
 • મુગલ સામ્રાજયથી માંડી વિશ્વના 10 દેશોના સિક્કા -ચલણી નોટોનો સંગ્રહ

વલસાડ જિલ્લાના ધમડાચી ગામના વતની અને હાલ દાંતીવાડા મોડલ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં પાલનપુર સરકારી વસાહતમાં રહેતા નિરલ રમેશભાઇ પટેલને ઐતિહાસિક સિક્કા તેમજ જુની ચલણી નોટો સંગ્રહ કરવાનો શોખ છે. જેમણે છેલ્લા 15 વર્ષની મહેનત બાદ વર્તમાન સમયે 600 થી 700 વર્ષ જુના 10 થી 12 કિલો વજનના સિક્કાનો સંગ્રહ કર્યો છે.

આ અંગે નિરલ પટેલે જણાવ્યું હતું કે, 1914થી 1918 વચ્ચે જ્યારે પ્રથમ વિશ્વ યુધ્ધ ખેલાયું ત્યારે ભારતીય સૈનિકો બ્રિટન સરકાર તરફથી લડવા માટે ગયા હતા. તેઓ જીવીત પરત આવ્યા ત્યારે મેડલ આપી સન્માન કર્યું હતુ. આ અલભ્ય મેડલ મારા સંગ્રહમાં છે. જે મેળવવા માટે મે રૂ.4000 ખર્ચયા હતા. મુગલ સામ્રાજયથી માંડી વિશ્વના દસ જેટલા દેશોના 600 વર્ષ જુના સિક્કા તેમજ ચલણી નોટોનો સંગ્રહ કર્યો છે.

આ ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા, લંડન, કેનેડા, રશિયા, દુબઇ, કુવૈત, અરબના દેશો, શ્રીલંકા, નેપાળ અને ભૂતાનના સિક્કા પણ છે. તેમજ જુની એક, બે, પાંચ, દસ, વીસ, પચાસ, સો અને પાંચસોના દરની નોટો પણ છે. ભારતના શાશનમાં ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, રાજીવ ગાંધી તેમજ રૂષીમુનીઓની છાપ ધરાવતા સિક્કાનો પણ સંગ્રહ કર્યો છે.

અલભ્ય સિક્કા
અંગ્રેજ શાશનના કાણીયા સિક્કા, રાણી વિકટોરીયાના સિક્કા (રાણી સકા), જયોર્જ કિંગના સિક્કા, ટાલીયા રાજાના સિક્કા, રામ રાજ્ય સમયનો સિક્કો, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સિક્કો, સ્વતંત્ર ભારતનો એક રૂપિયો સહિતના અલભ્ય સિક્કાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો