તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા ખેડૂત:ઇકબાલગઢમાં એક મહિલા નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે

પાલનપુરએક મહિનો પહેલા
મહિલા ખેડૂત મિતલ પટેલ
  • અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની મહિલા ખેડૂત

અમિરગઢ તાલુકાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે આતરિયાળ વિસ્તાર હોવાથી અહીંના લોકો સતત પાણીની તીવ્ર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તેમ છતાં પણ અહીંની પ્રજા જોશીલી અને મહેનતકશ હોવાના કારણે આજે અવનવી ખેતી દ્વારા માત્ર બનાસકાંઠામાં નહીં પરંતુ ગુજરાતભરમાં નામના મેળવી રહી છે. અહીંય આપણે વાત કરીશું ઇકબાલગઢના મિતલ પટેલની જેમણે અઠળક મહેનત કરી બીટ મશરૂમની ખેતી કરી અને સફળતા મેળવી.

ઘરમાં જ નજીવા ખર્ચે બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું
અમીરગઢ તાલુકાના આવેલા ઇકબાલગઢમાં એક મહિલાએ બટર મશરૂમની ખેતી કરી મહિલા સશક્તિકરણને એક નવો વેગ આપ્યો છે. ઇકબાલગઢના મિતલ પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે અને ખેતીથી સંકળાયેલ છે. ત્યારે મિતલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાની વિચાર આવતાં જ તેમને મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું અને પોતાના ઘરે જ સસરાની મદદથી વાસમાંથી રૂમનો સેડ બનાવ્યો છે તેમાં નજીવા ખર્ચે બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું અને બીટ મશરૂમ વાવવાનીની શરૂઆત કરી.

મહિલાએ બટર મશરૂમની ખેતી કરી મહિલા સશક્તિકરણને નવો વેગ આપ્યો
મહિલાએ બટર મશરૂમની ખેતી કરી મહિલા સશક્તિકરણને નવો વેગ આપ્યો

રાજસ્થાન અને ગુજરાતી હોટલોમાં કરે છે વેચાણ
મિતલ પટેલે અછળક મહેનત દ્વારા બીટ મશરૂમમાં સફળતા મેળવી હાલ દિવસનું 15થી 20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે અને આ મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરે છે. મિતલ પટેલ પોતાના ઘરે બેઠા બેઠા બટર મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટાભાગની હોટલો અને ગુજરાતી હોટલોમાં વેચાણ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે.

મશરૂમનીની ખેતી કરતાં મિતલબેન પટેલ
મશરૂમનીની ખેતી કરતાં મિતલબેન પટેલ

ગ્રાહકો ઘરે આવી ઓર્ડર આપી મશરૂમ લઈ જાય છે
તેમના મતે 200 રૂપિયા ભાવે કિલો વેચાણ થાય છે બીજા મશરૂમ કરતા બટર મશરૂમની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે, જેના કારણે ગ્રાહકો સામેથી તેમના ઘરે આવીને ઓર્ડર આપી આ મશરૂમ લઈ જાય છે. તેમને આખા સ્ટ્રક્ચરનો ખર્ચ માત્ર 30થી 40 હજારમાં તૈયાર થયો છે. તેમનું કહેવું છે કે, આમ તો બટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સારી છે પણ થોડી મહેનત વાળી ખેતી છે જેના કારણે તે આખો દિવસ મશરૂમની ખેતીમાં કાઢે છે તેમના સસરાની આગેવાની હેઠળ તે આ મશરૂમની ખેતી કરે છે અને માર્કેટિંગ પણ જાતે જ કરી રહ્યા છે. તેમનું પેકિંગ પણ તે જાતે જ વેચાણ કરે છે.

મિતલબેન પટેલ એક દિવસનું 15થી 20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે
મિતલબેન પટેલ એક દિવસનું 15થી 20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો