તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમાણિકતા:અકસ્માતમાં ઇજાગ્રસ્ત જુનાગઢની મહિલાને પોલીસ કર્મીઓએ રૂ. 56 હજાર પરત સોંપ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રાસણી નજીક એક્ટિવા સ્લિપ થઈ ડિવાઈડર સાથે અથડાયું હતુ
  • ઈજાગ્રસ્ત મહિલાને108 વાનમાં સારવાર અર્થે ખસેડયા

પાલનપુર - આબુ હાઇવે ઉપર ચિત્રાસણી નજીક સોમવારે સાંજે એકટિવા હાઇવેની રેલીંગ સાથે અથડાયું હતુ. આ અકસ્માતમાં જુનાગઢના મહિલાને ઇજાઓ થવા પામી હતી. દરમિયાન પાલનપુર તાલુકા પોલીસ મથકના બે પોલીસ કર્મીઓએ તેમને 108માં સારવાર અર્થે ખસેડી હતી. દરમિયાન તેણીની પાસેના રૂપિયા 56,000 સબંધીઓને પરત આપી બંને કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી હતી.જેને સૌએ બિરદાવી હતી.આ અંગેની વિગત મુજબ પાલનપુર તાલુકા પીએસઆઇ બી. આર. પટેલે જણાવ્યું હતુ કે, જુનાગઢના સેજલબેન મનસુખલાલ વડોદરીયા (ઉ.વ. અં. 38) સોમવારે સાંજના સુમારે અાબુરોડ તરફથી એકટિવા લઇને આવી રહ્યા હતા.

ત્યારે કોઇ કારણોસર સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં એકટિવા હાઇવેના ડિવાઇડર સાથે અથડાયું હતુ. જેમાં તેમણે ઇજાઓ થવા પામી હતી. આ દરમિયાન અકસ્માતની જાણ પાલનપુર તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ કેશરભાઇ અને હેડ કોન્સ્ટેબલ જયંતિભાઇને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં ઇજાગ્રસ્ત સેજલબેનને અમીરગઢ 108ના પાયલટ મુકેશભાઇ દેસાઇ અને ઇએમટી કિરણભાઇએ સારવાર અર્થે ખસેડ્યા હતા. દરમિયાન સેજલબેન પાસેથી મળેલા રૂપિયા 56,000 પોલીસ કર્મીઓ કેશરભાઇ અને જયંતિભાઇએ તેમના સબંધીની હાજરીમાં પરત આપી પ્રમાણિકતા દાખવી હતી.તેઓની પ્રમાણીકતાને લોકોએ બીરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...