તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજ નિષ્ઠા:પાલનપુરની ચંડીસર ગામની મહિલા 8 મહિનાની દીકરીને પતિ જોડે મૂકીને 108માં ફરજ બજાવે છે

પાલનપુર11 દિવસ પહેલાલેખક: સચિન શેખલિયા
 • કૉપી લિંક
પાલનપુર તાલુકાની ચંડીસર ગામની 108 માં ફરજ બજાવતી મહિલા પોતાની 8 માસની દીકરીને ઘરે મુકીને પોતાની ફરજ નિભાવી રહી છે. - Divya Bhaskar
પાલનપુર તાલુકાની ચંડીસર ગામની 108 માં ફરજ બજાવતી મહિલા પોતાની 8 માસની દીકરીને ઘરે મુકીને પોતાની ફરજ નિભાવી રહી છે.
 • દીકરી રડે તો વીડિયો કોલ કરી બતાવી દઉં છું: દીકરીના પિતા

પાલનપુર તાલુકાના ચંડીસર 108માં ફરજ બજાવતી મહિલા એક 8 માસની બાળકીને દૂર રાખી લોકોના જીવ બચાવવા કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહી છે. ચંડીસર 108 એમ્બ્યુલન્સ કેન્દ્ર પર ફરજ બજાવતી મહિલા આરોગ્યકર્મી જાહેદાબેન સિપાઈ પોતાની 8 માસની માસુમ બાળાથી દૂર રહી 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓની સેવા કરી રહ્યાં છે.

મહત્ત્વની વાત એ છે કે જિલ્લામાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો તે સમયે જાયદાબેનની દિકરી 6 માસની જ હતી પરંતુ જે પ્રમાણે દર્દીને પણ વોરિયર્સની મદદની જરૂર હતી તેવા સમયે જાયદાબેને પોતાની નાની બાળાને પોતાનાથી દૂર કરી અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. અત્યારે પણ તેઓ બાળા સહિત પરિવારથી દૂર રહી ઘરે ગયા વગર સતત 108માં સેવા આપી રહ્યા છે અને જો પોતાની દીકરીને દેખવાની ઈચ્છા થાય તો દૂરથી જોઈને સંતોષ માની લે છે.

આ ઉપરાંત જો ઇમરજન્સી ન હોય તો દીકરીને સ્થળ ઉપર જ બોલાવીને કાળજી રાખીને ફિડિંગ કરાવી દે છે અને સાચા અર્થમાં માની મમતાને ત્યાગીને કોરોના દર્દીઓની સેવા કરીને કોરોના વોરિયર્સની ભુમિકા ભજવી રહ્યાં છે. ત્યારે તેમના પતિ ઈમરાનભાઈ પણ પત્ની જાહેદાબેનને આ મહામારી સમયે દેશસેવા કરવામાં મદદરૂપ થવા સુરતમાં ખાનગી નોકરી છોડી 8 માસની માસૂમ બાળાને સંભાળવા ઘરે આવી ગયાં છે.

કોઇ કેસ ન હોય તો તેમના કેન્દ્રો પર લઈ જઈ દૂરથી દેખાડી દઉં: પિતા
‘અમારી દીકરી બહુ નાની છે, કેટલીકવાર તેને તેની મમ્મીની યાદ આવે તો રડે છે. તો હું તેની મમ્મીને વિડીયો કોલ કરી બતાવી દઉં છું કાં તો જો કોઇ કેસ ન હોય તો તેમના કેન્દ્રો પર લઈ જઈ દૂરથી દેખાડી દઉં છું.’: ઈમરાનભાઈ પિતા

દીકરી નાની છે હું તેને ઘરે મૂકીને નોકરી કરું છું: માતા
‘હું કોરોના દર્દીઓની સેવા કરી રહી છું. મારી દીકરી 8 માસની છે એની પણ ચિંતા છે પણ નોકરીની ફરજ પણ પુરી કરવી છે.’ જાહેદાબેન સિપાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો