તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીંછ પરિવાર:માઉન્ટ આબુના જાહેર માર્ગ પર એક સાથે ચાર રીંછનો વીડિયો વાયરલ થયો

પાલનપુર3 મહિનો પહેલા
  • માઉન્ટ આબુમાં વારંવાર રીંછ જાહેર માર્ગ ઉપર લટાર મારતા જોવા મળે

માઉન્ટ આબુના જાહેર માર્ગોપર રાત્રિના સમયમાં એક સાથે ચાર રીંછ રસ્તા પર લટાર મારતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. થોડાક દિવસ અગાઉ પણ માઉન્ટ આબુના જાહેર માર્ગ પર બે રીંછનો રસ્તામાં લટાર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ આજે પણ એક સાથે ચાર રીંછોનો રસ્તામાં લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. આ વાયરલ વીડિઓ રાજેસ્થાનના માઉન્ટ આબુનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાંના જાહેર માર્ગ પર એક સાથે ચાર રીંછ દેખાતો વીડિઓ વાયરલ થયો છે. જેમાં સૂમસામ ભાસી રહેતા જાહેર રસ્તાઓ પર જંગલી રીંછ હળવાશની પળો માણી રહ્યા હોય તેવી રીતે આ ચાર રીંછ મસ્તી કરતાં નજરે પડી રહ્યાં છે. માઉન્ટ આબુમાં જંગલ વિસ્તારમાંથી મોટા ભાગે જંગલી રીંછ ખોરાક અને પાણીની શોધમાં આવે છે, પરંતુ એક સાથે ચાર રીંછ પહેલી વખત જોવા મળ્યાં હોય તેવો વીડિઓ પહેલી વાર જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...