તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુ બચાવાયા:જામપુરા ચોકડી પાસે પાંચ પશુઓને ઘાસ-ચારા વિના ક્રૂરતા પુર્વક પગ બાંધેલા હાલતમાં લઈ જતી ગાડી ઝડપાઈ

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થરા-હારીજ રોડ પર પશુ પ્રેમીઓએ કતલખાને લઈ જવાના શકના આધારે પાંચ પાડા ભરેલી ગાડી ઝડપી
  • પાડા ભરેલી ગાડી અને ચાલકને પોલીસના હવાલે કર્યા

બનાસકાંઠા જિલ્લાના થરા હારીજ રોડ પર એક પિકઅપ ડાલામા પાંચ પશુઓને ઘાસ ચારા વિના ક્રૂરતા પુર્વક તેમના પગ બાંધેલા હાલતમાં ગૌ રક્ષકો જોઈ જતા તેઓએ શકના આધારે પાડા ભરેલા પિકઅપને થરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જ્યા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીખારીયાના ગૌરક્ષકો દ્વારા રાત્રી દરમિયાન 8 વાગ્યાના સુમારે થરાથી હારીજ તરફ એક પિકઅપ ડાલું જામપુરા ચોકડી પાસે જઈ રહ્યુ હતું તે દરમિયાન શંકાના આધારે ચેક કરતા પીકઅપમાં પાંચ પાડાઓ ભરેલા હતા. આ પિકઅપ ડાલામાં ભરેલા પાડા કતલખાને લઈ જવાતા હોવાનો ગૌ રક્ષકોને શક જતા ગૌ રક્ષકો દ્વારા પિકઅપ અને દ્રાઇવરને થરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યા પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...