તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં સાચવજો:ડીસાના મૂડેઠા ગામે ખેતરમાં રમતી બે વર્ષની બાળકીને સાપ કરડ્યો, સદનસીબે જીવ બચી ગયો

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસરગ્રસ્ત બાળકીને ગંભીર હાલતમાં 108 દ્વારા પાલનપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ

ચોમાસા દરમિયાન પાણી ભરાતા કેટલાક સરિસૃપો દરમાંથી બહાર આવે છે. ત્યારે ખાસ કરીને ખેતર અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના પરિવાર અને બાળકોની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. ડીસા તાલુકાના મુડેઠા ગામે ખેતરમાં રમતી બે વર્ષની બાળકીને સાપ કરડ્યો હોવાની ઘટના સામે આવી છે. માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે બે વર્ષની બાળકીને સાપ કરડતા તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જોકે, સદનસીબે સારવાર બાદ બાળકીની તબિયત સુધારા પર છે.

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ખેતરમાં માતા-પિતા કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની બે વર્ષની નાની બાળકી ખેતરમાં તેમની પાસે જ રમી રહી હતી. ત્યારે અચાનક જ સાપે આ બાળકીને ડંખ દેતા જ બાળકીએ ચીસો પાડતાં માતા- પિતાને જાણ થઇ હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમે ઝેર અસરગ્રસ્ત બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. સદનસીબે સારવાર બાદ બાળકીની તબિયત સુધારા પર છે.

અન્ય સમાચારો પણ છે...