તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:પાલનપુર અમીરગઢ નેશનલ હાઈવે પર ટ્રક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો, 400થી વધુ વાહનો ટ્રાફિકમાં ફસાયા

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોડી રાત્રે પાલનપુર અમીરગઢ હાઈ-વે પર ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો - Divya Bhaskar
મોડી રાત્રે પાલનપુર અમીરગઢ હાઈ-વે પર ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો
 • અકસ્માતના પગલે લગભગ 2 કલાક સુધી વાહનો ટ્રાફિકના ચક્કાજામમાં ફસાયા
 • પોલીસે 2 કલાક સુધી કાર્યભાર સંભાળી પરિસ્થિતિને કાબૂમાં લીધી

પાલનપુર અમીરગઢ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ટ્રક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી જતા ચક્કાજામ સર્જાયો હતો. અકસમાતના પગલે અંદાજિત 400થી પણ વધુ વાહનચાલકો આ ચક્કાજામમાં ફસાયા હતા, પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિક ખુલ્લો કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

400થી વધુ વાહનો ચક્કાજામમાં ફસાયા
પાલનપુર અમીરગઢ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ચક્કાજામ સર્જાયો હતો. રાજસ્થાનથી એક ટ્રક મકાઈનું ભુસુ ભરીને પાલનપુર તરફ હાઈ-વે પરથી પૂરપાટ ઝડપે આવી રહી હતી. તેવામાં અમીરગઢ તાલુકાના સલોત્રા ગામ નજીક ટ્રક ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા આખા હાઈ-વે પર વાહનોનો ભારે ચક્કાજામ સર્જાયો હતો. અહીંયા પલટી ખાધેલા ટ્રકના કારણે અંદાજિત 400થી પણ વધુ વાહનચાલકો આ ચક્કાજામમાં ફસાઈ ગયા હતા.

2 કલાક બાદ પોલીસે ટ્રાફિક પર કાબૂ મેળવ્યો
આ પ્રમાણેની દુર્ઘટનાને પગલે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી ગણતરીના સમયમાં અમીરગઢ પોલીસ અકસ્માતના સ્થળે આવીને ટ્રાફિકને કાબૂમાં લેવાની કોશિશો હાથ ધરી હતી. અકસ્માતના પગલે લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ પોલીસે વાહનોના ટ્રાફિકને કાબૂમાં લઈને પૂર્વવત કર્યો હતો. જેથી મોડી રાત્રે ચક્કાજામમાં ફસાયેલા તમામ વાહનચાલકોએ હાંશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો