અકસ્માત:પાલનપુર આરટીઓ સર્કલ સામે અનાજ ભરેલી ટ્રકે પલ્ટી મારી, બે વક્તિ ઈજાગ્રસ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં બે વક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાયા

પાલનપુર નેશનલ હાઇવે આરટીઓ સર્કલ પાસે આજે એક અનાજ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

ટ્રક પલ્ટી મારતા બે વક્તિઓ ઇજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે પાલનપુર આરટીઓ સર્કલ પાસે એક અનાજ ભરેલું ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રકમાં ભરેલી બોરીઓ રોડ વચ્ચે પડેલી જોવા મળી હતી.

અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિકના દ્રષ્યો જોવામાં મળ્યા હતા. જોકે, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રણ કરવી બે વક્તિ ઇજા ગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...