તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • A Truck Laden With Foreign Liquor Was Seized From Amirgarh Border, Along With Rs 8 Lakh Worth Of Liquor Worth Rs. More Than 18 Lakh Cases Seized

દારૂની હેરાફેરી:અમીરગઢ બોર્ડર પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રૂપિયા આઠ લાખના દારૂ સાથે કુલ રૂ. 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફેદ પટ્ટાની આડમાં વિદેશી દારૂ ભરીને જતી ટ્રકને અમીરગઢ પોલીસે ઝડપી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોડર પર અવારનવાર દારૂ ઝડપાતો હોય છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોનું અમીરગઢ બોડર પર પોલીસ ચેકીંગ દરમિયાન એક ટ્રકમાંથી સફેદ પટ્ટાની આડમાં લઈ ગુજરાતમાં લઇ જવાતો 7.99 લાખનો દારૂ અને ટ્રક સહિત કુલ 18 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી અમીરગઢ પોલીસે એક ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર વિદેશી દારૂ અવારનવાર ઝડપાતો હોય છે. અમીરગઢ પીએસઆઈ એચએન પટેલ પોતાના સ્ટાફમાં વિજયભાઈ સહિત ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરી રહ્યા હતા તે સમયે રાજસ્થાનથી આવતી ટ્રક પર શક જતા ગુજરાતમાં પ્રવેએ તે પહેલાં રોકવી તેમાં તપાસ કરતા તેમાં પાવડરના કટ્ટાની આડમાં વિદેશી દારૂ ભરેલો હતો.

આ ગુજરાતમાં લઈ જવામાં આવતો હતો આથી વિદેશી દારૂ લઈ જનાર ટ્રકના ચાલક રામલાલ લાદુરામ જાટ (રહે. દુંડિયકી ધાની, તા. બાવડી, જિ, જોધપુર) વાળાની અટકાયત કરી વિદેશી દારૂનો બોટલ નંગ 8088ની કિંમત રૂપિયા 7 લાખ 99 હજાર 680 મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ટ્રકની કિંમત રૂપિયા દસ લાખ આમ કુલ મુદ્દામાલ રૂં 18 લાખ 04 હજાર 680નો કબજે લઈ પ્રોહીએકટ મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...