અકસ્માત:સુઇગામ પાસે બે ટ્રેલરો સામસામે ટકરાતાં એક ટ્રેલરચાલકનું મોત, પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી 

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોંગ સાઇડે ટ્રેલર ચલાવી મોતને ઘાટ ઉતારનાર ફરાર ટ્રેલર ચાલક સામે મૃતકના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી

સુઇગામ નજીક ગુરુવારે બે ટ્રેલરો સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર ચાલકનું મોત નિપજતા બીજો ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે મૃતક ચાલકના પિતરાઈ ભાઈએ ફરાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.

ગાંધીધામથી લોખંડના સળિયા ભરી ગુરૂવારે ટ્રેલર નંબર જીજે-12-બીવી-4590ના ચાલક શંકરારામ જોધારામ ખેમારામ સારણ રાજસ્થાનના સીકકર જવા નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં સૂઈગામ નજીક સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રેલર નંબર આરજે-07-જીડી-2924 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રેલર ચાલક શંકરારામનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને લઈ રોંગ સાઇડે આવેલો ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ભાગી ગયો હતો. જો કે ગાંધીધામથી સાથે આવી રહેલા ટ્રેલરના ક્લિનર અને મૃતક શંકરારામભાઈના પિતરાઈ ભાઈ ભુરારામ કાળુરામ ખેમારામ સારણે ટ્રેલર નંબર આરજે-07-જીડી-2924 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...